દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર ખાતે રેલવે સ્ટેશન ખાતે બેઠેલા એક વૃધ્ધે ઓખા ગૌહાતી ટ્રેન પ્લેટ ફોર્મ પર આવતા જ એકાએક દોડીને ટ્રેન હેઠળ પડતુ મુકતા ગંભીર ઈજા થવાથી તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતુ.
આ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતદેહનો કબ્જો સંભાળીને ઓળખ મેળવવા માટે કવાયત હાથ ધરી છે. મૃતકના ખીસ્સામાંથી આધારકાર્ડની કોપી મળી આવી હતી જેમાં નગીનભાઈ પટેલ નામ અને સુરતનું એડ્રેસ મળી આવતા પોલીસે સુરત ખાતે પરિજનોને જાણ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com