સમગ્ર રાજયમાં ચાલી રહેલ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાનમાં પણ નદીઓ, તળાવો અને ચેક ડેમો ઊંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જળસિંચનના પ્રેરણાદાયી કાર્યોમાં લીલીયા તાલુકાના પુતળીયાનો પણ સમાવેશ થાય છે.10 2

3 11
પુતળીયાના ખેડૂતશ્રી ભરતભાઇ ધાનાણીએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત પુતળીયામાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. તળાવ ઉંડું ઉતારી જળસંગ્રહનો નિર્ધાર અમે બધા ગ્રામજનોએ કર્યો છે.

 

8 1
શ્રી ભરતભાઇએ વધુમાં કહ્યું કે, ખેડૂતોનો સહકાર મળી રહેતા કાંપની માટી ખેતર સુધી પહોંચતી થઇ છે અને જળાશોય ઉંડા ઉતારવામાં આવતા પાણી સંગ્રહમાં પણ વધારો થશે. તળાવ ઉંડું થતાં ગામનું પાણી ગામમાં એવો મંત્ર પણ સિધ્ધત થશે. રાજય સરકારની આ યોજના પ્રજાજનો માટે ઘણી ઉપયોગી નીવડી છે. ચોમાસા પૂર્વે કરવામાં આવેલું આ આયોજન જળસંગ્રહની પ્રવૃત્તિ સઘન બનશે.

1 15

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.