તાજેતરમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિના રાફેલ ડીલ અંગેના નિવેદન કે જે રાફેલ ફાઈટર જેટના સોદામાં ભારત સરકારે ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની કંપની રીયાલન્સ ડીફેન્સ નામ સુચવ્યું હતું. રાજકોટ શહેર, જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા દેશની જનતાની સામે સત્ય લાવવા માટે આજરોજ પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં રાજકોટ લોકસભા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખો મુકેશભાઈ ચાવડા, ડો.રાજદિપસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ મુકુંદ ટાંક, ભરતસિંહ જાડેજા, રાજકોટ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ સહિતના બહોળી સંખ્યામાં જોડાયા છે.