સૌરાષ્ટ્રને સદીની પાણીની પીડા માંથી મુકત કરાવતી સૌની યોજના છે: ગોરધનભાઈ ઝફડીયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંકિત તિવારી મ્યુઝીકલ નાઈટનો શાનદાર કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૨૯ના રોજ આજીડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરનાર છે, જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૭ના રોજ આજીડેમ ખાતે બોલીવુડના ખ્યાતનામ સિંગર અંકિત તિવારી તથા તેમના સાથી કલાકારો દ્વારા મ્યુઝીકલ નાઈટ કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવેલ કે સૌની યોજના અંતર્ગત ખુબજ ટૂંકા સમયમાં આજીડેમ ખાતે નર્મદાના નીરનું અવતરણ કરાવેલ છે. તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો હતો. વિશેષમાં તા.૨૯ જુનના રોજ ભારતના લોકલાડીલા માન.વડાપ્રધાન નર્મદાના નીરના વધામણા, સામાજિક અધિકારીકતા શિબિર અને સહાયક યંત્ર અને ઉપકરણ વિતરણ સમારોહ તેમજ રોડ-શો સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. શહેર વડાપ્રધાનના સ્વાગત કરવા વિવિધ સ્થળોએ શુશોભન, રોશની, લેઝર-શો, અનેક આયોજન કરાયા છે. રાજકોટ માટે આ ઐતિહાસિક ઘડી છે. આ ઘડીના સહભાગી થવા અને વડાપ્રધાનને સત્કારવા બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. તાજેતરમાંજ રાજકોટ શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયેલ છે.સ્માર્ટ સીટી અંતર્ગત રૂ.૧૦૦૦ કરોડના વિકાસકામો હાથ ધરાશે. વિશેષમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દરરોજ પ્રજાલક્ષી અને ગરીબોના ઉત્કર્ષ માટે અનેક નિર્ણયો લઇ રહ્યા છે.
આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝફડીયાએ જણાવેલ કે સૌરાષ્ટ્રને આ સદીની પાણીની પીડામાંથી મુક્ત કરવાની સૌની યોજના છે. સૌરાષ્ટ્રના ૧૧૫ જેટલા ડેમો નર્મદાના પાણીથી ભરાશે. ત્યારે ૪૫૦૦ જેટલા ગામડા અને શહેરોને નર્મદાના પાણીનો લાભામાંલશે. તા.૨૯/૦૬/૨૦૧૭ના રોજ માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં લોકોને સહપરિવાર ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો.
મેયર ડો.જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને અંકિત તિવારી મ્યુઝીકલ નાઈટ કાર્યક્રમ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ ઉર્જા મંત્રી ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયરશ્રી ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમવેદના બિલ્ડર્સ પ્રા.લી.ના રાજેશભાઈ દફતરી, ઈમીટેશન એશો.ના પ્રમુખ નરેન્દ્રભાઈ મહેતા, સિલ્વર એશો.ના પ્રમુખ અનિલભાઈ તળાવીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, દંડક રાજુભાઈ અઘેરા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ તથા બહોળી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા