જિલ્લા કલેકટર કે.રાજેશના અધ્યક્ષસ્થાને ભારત સરકારની (વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ) યોજનાની જિલ્લા કક્ષાની અમલીકરણ અંગેની ટાસ્ક ફોર્સ કમીટીની બેઠક તાજેતરમાં કલેકટર કચેરી ખાતે યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નિર્ણય અર્થે ૨૨ તેમજ કેવીઆઈસી દ્વારા ૭ અરજીઓ મળી કૂલ-૭ અરજીઓ મળીને કૂલ-૨૯ અરજીઓ રજુ થયેલ હતી.
જે પૈકી કલેકટરશ્રીએ કે. રાજેશે ૧૨ અરજીઓ (વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ) યોજનાની ટાસ્ક ફોર્સ કમીટી દ્વારા મંજુર કરવામાં આવેલ હતી. આમ કૂલ રૂપિયા ૧૯૪.૧૦ લાખની ૧૨ દરખાસ્તો ટાસ્ક ફોર્સ કમીટી દ્વારા લોન મંજૂરી અર્થે બેંકોને ભલામણ સહ મોકલી આપવામાં આવેલ છે. આ બેઠકમાં સભ્ય સચિવ અને જનરલ મેનેજરએસ.બી.પારેજીયા, લીડ બેંક અધિકારીજોશી, કેવીઆઈસીના મનેજર વર્મા, કેવીઆઈસીના પ્રતિનિધિ, આઈ.ટી.આઈ.ના પ્રિન્સીપાલશ્રી તથા અને.જાતિ નિગમના પ્રતિનિધિ હાજર રહયા હતા.