આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા ઘરે ઘરે તપાસ કામગીરી હાથ કરાય
દેશના પ્રધાનમંત્રી દ્વારા દેશમાં સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન ડે-થ્રી વોર્ડ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૦૪, વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૧૧, અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૧૪માં ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, વોર્ડ નં.૦૪ પ્રમુખ સંજયભાઈ ગોસ્વામી, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, સ્થાનિક અગ્રણીઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
રાજકોટ શહેરને ગંદકીથી મુક્ત કરવા માટે તેમજ ચોમાસાની ઋતુને અનુલક્ષીને રોગચાળા અટકાયતી ૫ગલા રૂપે વોર્ડ નં.૧૧માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત નાનામવા રોડ, મવડી મેઈન રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, જીવરાજ પાર્ક, માયાણીનગર, ખીજડાવળો રોડ, બાલાજીહોલ વાળો રોડમાં સફાઈ ઝુંબેશ હા ધરાઈ છે.
આ સો વોર્ડ નં.૧૪માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ગોપાલનગર સોસાયટી, ૮૦ ફૂટ રોડ, માસ્તર સોસાયટી, હાથીખાના વિસ્તાર વિગેરે જેવા વિસ્તારો આવરી લીધેલ. જ્યારે વોર્ડ નં.૦૪માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત કુવાડવા રોડ, મોરબી રોડ, લાતી પ્લોટ, ભગવતી પરા, જકાતનાકા પાસે, જય જવાન જય કિશાન-૩, ટીનાભાઇનો પ્લોટ, રાજનગર સોસાયટી મે. રોડ તથા અંબિકા સોસા. સામે આવેલ ખુલ્લા પ્લોટો, મોરબી રોડ, કુવાડવા રોડ, ૫૦ ફૂટ રોડ, ૮૦ ફૂટ રોડ, ભગવતી પરા મે. રોડ વગેરે મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવેલ છે.