પાક સ્થિત લશ્કરે તોયબા ચીફ હાફીઝ સૈયદ, જૈસ મોહંમદનો બોસ મસુદ અઝહર, ૨૬/૧૧ના હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝીકી ઉર રહમાનને પણ આતંકવાદી જાહેર કરાયા
કેન્દ્ર સરકારના નવા આતંકવાદ વિરોધી કાયદા અને ગેરકાનૂની દેશવિરોધી કાયદા અને ગેરકાનૂની દેશવિરોધી પ્રવૃત્તિ નિષેધ ધારામાં બુધવારે સરકારે ભારતના મોસ્ટવોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાન સ્થિત લશ્કરે તોયબાના મુખ્ય હાફીઝ મોહંમદ સૈયદ જૈસે મોહંમદના બોસ મસુદ અઝહર લશ્કરે તોયબાનો મુખ્ય સંચાલક અને ૨૬/૧૧ના હુમલાનો મુખ્ય કાવતરા ખોર ઝકીરઉર રહેમાન લખવીને આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યા છે. જો કે લશ્કરે તોયબા અને જૈસે મોહમ્મદ પરતો અગાઉથી જ પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠ્ઠન જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમવાર અંડરવર્લ્ડ ડોન દાઉદ કે જે વર્ષોથી પાકિસ્તાનમાં આઈએસઆઈનો હાથો ભારતમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. તેને આતંકવાદી જાહેર કરાયો છે.
ઞઅઙઅ ધારા અંતર્ગત બ્લેક લીસ્ટેડ ચારેય આતંકીયોને આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની વ્યાખ્યામાં સામેલ કરીને સંયુકત રાષ્ટ્ર મહાસંઘમાં વિધેયક ૧૨૬૭ અંતર્ગત ઈન્ટરપોલે રેડકોર્નર નોટીસ ઈસ્યુ કરી છે. યુએપીએએ ધારા અંતર્ગત સરકાર આ ચારેય આતંકવિરૂધ્ધ સ્વાયત રીતે પગલા લેવાની હિમાયત કરી છે. ભારતે આ નામાવલીમાં દાઉદને પણ સામેલ કરીને તેના વિરૂધ્ધ ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ ટેરર ફંડીગ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ અંગે પગલા લેવા તેને આંતરરાષ્ટ્રીય આતંકીની વ્યાખ્યામાં સામેલ કર્યો છે.
યુએનના આતંકીયોની યાદી અને એફએટીઈના નિયમોને આધિન વિશ્ર્વના તમામ સભ્ય દેશો આ ચારેય વ્યકિતઓને આંતરરાષ્ટ્રીય ધોરરે બ્લેક લીસ્ટેડ ગણીને તેમને કોઈપણ પ્રકારની મદદ ભંહોળ કે અન્ય કોઈ સહુલતો પ્રાપ્ત ન થાય તેની તકેદારી રાખવાની હોય છે.
ભારતનાં ગૃહમંત્રાલય દ્વારા નિર્દેશ આપ્યો છે કે આ ચારેય આતંકીઓને વ્યકિતગત આતંકીયોના સિકકા લગાવવાથક્ષ ભારતની ગુપ્તચર એજન્સીઓ અને તપાસનીશ સંસ્થાઓ હવે વિના વિઘ્ને આ ચારેય ગદ્દારો સામે કાયદેસરના મુકદમાઓ દાખળ કરી શકશે અને તેમના વિરૂધ્ધ સ્વાયતતાથી તપાસ કરી શકશે મસુદ અઝહર, હાર્ફિઝ સૈયફ, ઝકીઉર લખવી સાથે દાઉદને પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદની વ્યાખ્યામાં આવરી લેવામાં આવ્યો છે.