રિધમ કોમ્યુનિકેશન્સના નાટક ‘પપ્પા આવા જ હોય’ને ઓડીયન્સે મન ભરીને માણ્યું
વિશ્ર્વ રંગભૂમિ ઉજવણી પૂર્વ નિમીતે રાજકોટમાં નાટયોત્સવનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ અને રાજકોટના કલાકારો નાટક રજુ કરશે. તા.ર૯ના રોજ રાત્રે ૧ કલાકે રિધમ કોમ્યુનિકેશન્સનું નાટક ‘પપ્પા આવા જ હોય’રજુ કરવામાં આવ્યું હતું. તા.૩૦ના રોજ અર્પણ સંસ્થા અમદાવાદ રમેશ અમીન પ્રસ્તુત સંસ્કાર નાટક બપોર ૩ કલાકે અને રાત્રે રાજકોટ નયન ભટ્ટ પ્રસ્તુત નાટક ‘એક સંબંધ સાવ અચાનક’રજુ કરવામાં આવશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રોડયુસર, ડિરેકટર તથા અભિનેત્રી અલ્પના મજમુદારએ જણાવ્યું કે તે ૧૯૮૪ થી અનિનય ક્ષેત્ર થિયેટર સાથે સંકળાયેલ છે. તેણે રપથી વધુ ફુલલેન્થ નાટકોમાં કામ કર્યુ છે. રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં પપ્પા આવા જ હોય નાટકમાં તે મમ્મીનું પાત્ર ભજવવાનું છે અને તેણે રાજકોટ, અમદાવાદ, ગુજરાત તથા વિદેશમાં પણ તેણે નાટકો ભજવ્યા છે અને તે પોતાના છેલ્લા શ્ર્વાસ સુધી રંગભૂમિ સાથે જોડાય રહેશે. અને ભવિષ્યમાં તેને જે પણ નાટક, સીરીયલ, ફિલ્મમાં અભિનય કરવાનો મોકો મળશે તો તે હોંશભેર પ્રસ્તુત કરશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન અર્પણ સંસ્થા અમદાવાદના રમેશ અમીનએ જણાવ્યું છે કે છેલ્લા ૪૬ વર્ષથી અમદાવાદની અંદર ગયુજરાતી રંગભૂમિ પર અનેક નાટકો આજ સુધી પ૧ એકાંકી નાટકો અને જેના લગભગ પંદર હજાર શો અમે પૂર્ણ કરેલછે. રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં આવતીકાલે બપોરે ૩ વાગ્યે ગુજરાત રાજય સરકારના સહાયથી વિશ્ર્વરંગી ભૂમિની ઉજવણીના સ્વરુપે સંસ્કાર નાટક રજૂ કરવામાં આવશે. સંસ્કાર નાટક મેં પોતે ડિરેકટર કરેલ છે. અને તેના પાંચસોને એકાવન સૌ પૂરા કરવા જળ રહ્યા છીએ. બેટી બચાવો પર આજનો જે જટીલ પ્રશ્ર્ન છે. બેટી બચાવો, બેટી પઢાવો એના પરનું સરસ મજાનું નાટક અમે રજુ કરવા જઇ રહ્યા છીએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન તન્મય ખરસાણીએ જણાવ્યું હતું કે તેણે ગયા વર્ષે દેવાંગ પટેલની ફિલ્મ ગ્રાન્ડ રેડી કરી હતી. અને ત્યારબાદ પપ્પા તો આવા જ હોય તે મારું પ્રથમ નાટક છે. તેમાં મારું પાત્ર એક છોકરાનું હોય છે જેને અમેરિકા જવાનું સ્વપ્ન હોય છે અને પપ્પા તેને મોકલવા માટે કંઇપણ કરે છે અને મને ભવિષ્યમાં એકટીંગમાં આગળ વધવું છે તેથી હું તેના વર્કશોપમા જવું છું.