નરેન્દ્ર મોદી મંગળવારે નમો એપ દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી. મોદીએ કહ્યું- ‘અમે આઝાદી પછીથી જ લાયસન્સ રાજ જોયું. લોન તેને જ મળતી હતી જેમનું મોટું નામ હોય, જેની ભલામણ થયેલી હોય. ગરીબોને સિસ્ટમની બહાર રાખી દીધા હતા. તેઓ પોતાના કામનો વિસ્તાર જ નહોતા કરી શકતા. મુદ્રા યોજનાએ વ્યાજખોર લોકોની ચુંગાલમાંથી દેશના યુવાધનને બચાવ્યું છે. મુદ્રા યોજનાથી સામાન્ય માણસની પ્રતિભાને ઓળખ મળી છે.’ ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાને ગઇકાલે જ ઉજ્જલવા યોજનાનો લાભ મેળવનારી દેશભરની મહિલાઓ સાથે વાત કરી હતી.
‘અમે 12 કરોડ લોકોને લોન આપી જેમાં 75% મહિલાઓ છે‘
PM Narendra Modi interacted with beneficiaries of Mudra Yojana (PMMY), saying that the scheme has been acting as job multiplier, opening up new opportunities for youth, women and those who want to start or expand their businesses.
Read @ANI story | https://t.co/6mKJuN1IPd pic.twitter.com/EDVtd6fwDL
— ANI Digital (@ani_digital) May 29, 2018
નરેન્દ્ર મોદીએ કહ્યું, “મુદ્રા એક એવી યોજના છે જેમાં લક્ષ્યથી વધુ લોન આપવામાં આવી છે. સૌથી ખુશીની વાત એ છે કે જે 12 કરોડ લોકોને લોન આપી છે તેમાં 74 ટકા એટલે કે 75 ટકા આસપાસ આપણી માતાઓ એટલે કે મહિલાઓ છે. 55 ટકા પછાત વર્ગ એટલે કે એસસી-એસટી અને ઓબીસી સમાજની મહિલાઓને મળી છે. દેશને આપણે ગરીબીના નામ પર કેવી જુદી-જુદી રીતે ગેરમાર્ગે દોરાતો જોયો છે. કેવા-કેવા નારાઓ આપણે સાંભળ્યા છે. ત્રીસ-ચાલીસ વર્ષોથી આ સાંભળતા-સાંભળતા ગરીબનો તો વિશ્વાસ જ ઊઠી ગયો છે. જે કાફલો બેંકો સાથે શરૂ થયો હતો, આજે તેમાં અનેક સંસ્થાઓ પણ જોડાતી ગઇ. તેમાં 110 બેંકો જ નહીં માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ પણ મુદ્રા લોન આપી રહી છે. બેંકોએ આ લોનને આપવાની પ્રક્રિયા સરળ બનાવવાનું કામ કર્યું છે.