સરકારશ્રીની નવી ઉદ્યોગનીતિની અપાઇ જાણકારી
જૂનાગઢ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીનાં સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય (અતિ નાના-લઘુ અને મધ્યમ કદનાં એકમો)એમ.એસ.એમ.ઇ. દિનની ઉજવણી કરવામાં આવી હતી. લઘુ ઉદ્યોગ ભારતીનાં જિલ્લાધ્યક્ષ અને જૂનાગઢ જી.આઇ.ડી.સી. એશોસીયેશનનાં લાલજીભાઇ માવાણીએ રાજ્ય અને કેન્દ્ર સરકારશ્રીની ઉદ્યોગનીતિની જાણકારી આપી નવોદિત યુવાનો માટે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ જે પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવી છે તેની સરાહના કરી હતી. આ તકે અમૃતભાઇ દેસાઇએ માઈક્રો,સ્મોલ અને મીડીયમ કેટેગરીનાં ઐાદ્યોગિક એકમો માટે સહાય યોજના, અતિ નાના અને લઘુ ઉદ્યોગો તથા મધ્યમકદનાં એકમોને સહાયરૂપ થવા સરકારશ્રીએ જે યોજનાઓની અમલવારી કરી છે તેની ભુમીકા આપી નવોદિત્ત ઉદ્યોગસાહસીકોને પ્રોત્સાહિત કર્યા હતા.
જૂનાગઢ જિલ્લા રત્નકલા સંગઠનનાં અધ્યક્ષ ડી.કે.ઝાલાવડીયાએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં ડાયમંડ કટીંગ અને ડાયમંડ સંલગ્ન જ્વેલરીની કલા કસબી સારી રીતે વીકાસ પામી છે. વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગ સારી રોજગારી અને હુંડીયામણ રળી આપતો વ્યવસાય છે, સરકારે હીરાઉદ્યોગ સાહસીકો માટે અનેક નવા આયામોનો પ્રારંભ કરાવ્યો છે તેની વિગતો આપી હતી. શ્રી ઝાલાવડીયાએ ઉદ્યોગ સાહસીકો માટે અતિ નાના-લઘુ અને મધ્યમ કદનાં એકમો માટેનાં આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી અંતર્ગત નવોદિત ઉદ્યોગકારોને જે માર્ગદર્શન સિંચીત કર્યુ છે,તેની આવકારી આવનાર દિવસ ભારત ઉદ્યોગોનાં ઉગતા સુરજનો દીવસ બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં શ્રી ઉચાટે એમ.એસ.એમ.ઇ. એક્ટ ૨૦૦૬ મુજબ જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્રો સાથે નોંધાયેલ હોય તેવા એકમો, નવા એકમો, હયાત એકમો, વિસ્તૃતીકરણ, આધુનિકીકરણ, સેવાક્ષેત્ર, ગ્રોસ સ્થાયી મુડી રોકાણ, મુડી રોકાણ પર સબસીડી(સહાય યોજના મેળવવાની શરતો), વ્યાજ સહાય, અદ્યત્તન ટેક્નોલોજી સંપાદન કરવા સહાય યોજના,માંદા એકમોને પુનઃવસન, પાણી બચત સહાય, પેટન્ટ રજીસ્ટ્રેશન માટે સહાય અને કુટીર ઉદ્યોને લગતી વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
સેન્ટર ફોર એન્ટરપ્રિમીયરશીપ ડેવલોપમેન્ટ વિભાગનાં શ્રી દવેએ નવોદિત ઉદ્યોગસાહસીકોને નવા ઉદ્ય સ્થાપવા સરકારશ્રી દ્વારા આપવામાં આવતી તાલીમો, સહિત ઉદ્યોગ સાહસીકોને પ્રોત્સાહીત કરતી બાબતો વીશે માર્ગદર્શન આપ્યુ હતુ. ઐાદ્યોગિક તાલીમ સંસ્થાનાં એપ્રેન્ટીસશીપ વિભાગનાં વિજય દેસાઇએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વર્ષ ૨૦૧૮થી પ્રારંભ કરાવેલ મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાની જાણકારી આપી હતી. આઇ.ટી.આઇ.નાં પ્રિન્સીપાલશ્રી ભટ્ટીએ ઐાદ્યોગિક તાલીમ સંસ્થામાં ચલાવતા વિવિધ કારકિર્દી લક્ષી અભ્યાસક્રમો, એપ્રેન્ટીસશીપ યોજનાથકી મળતા અનુભવનાં લાભાલાભની વિગતો રજુ કરી હતી., શ્રી ડી.પી.વૈશ્નવે જી.એસ..ટી.નાં અમલીકરણ અને સરળતા બાબતે ઉદ્યોગકારોને માહિતી આપી હતી.કાર્યક્રમમાં ઉદ્યોગસાહસીકો, ઉદ્યોગકારો અને વિવિધ વિભાગનાં અધીકારીઓ, ઐદ્યોગિક વસાહતનાં ઉદ્યોગકાર એશોસીયેશનનાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા