વગરના ભણતરની સાથો સાથ સરકાર નવી શિણ નીતિને ઝડપવે અમલી બનાવવા માટે વિવિધ યોજનાઓની અમલવારી શરૂ કરી છે જેમાં અંતરિયાળ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિણ મળતું રહે તે માટે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્ટ પ્રોજેક્ટ યોજનાની અમલવારી શરૂ કરી છે. આગામી એપ્રિલ મહિનામાં પ્રવેશ પરીક્ષા પણ યોજવામાં આવશે જેમાં આશરે 55000 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થશે.
જ્ઞાન શક્તિ, જ્ઞાન સેતુ અને રક્ષા શક્તિ શાળામાં 27 એપ્રિલના પરીક્ષા લેવાશે
રાજ્ય સરકાર દવારા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેકટ હેઠળ નવનિર્મિત શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે 27એપ્રિલના રોજ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. પીપીપી મોડલ ઉપર શરૂ થયેલી આ શાળમાં તેઓને ઉચ્ચ શિણ આપવામાં આવશે. ગુજરાત રાજ્ય શિણ બોર્ડ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રવેશ પરીક્ષા બાદ જે વિદ્યાર્થીઓ પાસ થશે તેઓને સીટ પણ એલોટ કરાશે. જે વિદ્યાર્થીઓ સરકારી શાળા અથવા તો ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલમાં ભણતા હોય તેવો આ પ્રવેશ પરીક્ષા આપી શકશે. પ્રવેશ પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓ 23 માર્ચ એટલે કે ગુરૂવારથી પાંચ એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. સરકાર દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત સરકાર 50 જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ નું નિર્માણ કરશે જેમાં 15000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આદિવાસી વિસ્તારમાં પણ સરકારે 25 જેટલી જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ નું નિર્માણ કર્યું છે જેમાં આગામી દિવસોમાં 7500 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. જ્યારે 32 હજાર વિધાર્થીઓ 400 જેટલી જ્ઞાન સેતુ ડે સ્કૂલમાં પ્રવેશ લેશે.
એટલુંજ નહીં સરકારે 10 જેટલી રક્ષા શક્તિ સ્કૂલનું પણ નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો છે જે કુલ 800 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે.