સંસારથી પર રહીને પણ સંસારમાં વસતા લોકોની ચિંતા કરવી એજ એક સાચા સંતનો ગુણ છે: જયેશભાઈ રાદડીયા
જેતપુર-જૂનાગઢ હાઈવે પર આવેલ શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થા શ્રી નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલ-સાંકળીના સ્થાપક તેમજ રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીજી અખબારી યાદીમાં જણાવતા કહે છે કે, સમગ્ર વિશ્ર્વ જયારે 2019થી કોરોના વાયરસની મહામારીથી હચમચી ગયું છે તેમજ આર્થિક, સામાજિક કે નાણાકીય વ્યવસ્થાઓ પણ ખોરવાઈ ચુકી છે અને ત્યારે અચાનક વાયરસ બીજા તબકકામાં જોરદાર રીતે ઉચકીને આફતની વંટોળ લઈને માનવજાત ઉપર ત્રાટકી રહ્યો છે ત્યારે સંસારથી દુર હોવા છતાં જે સંસારની ચિંતા કરે તેને સંત કહેવાય. એક સંત-સમુદાયનું અભિન્ન અંગ છે.
માનવ સેવા એજ પ્રભુ સેવા સુત્રને સાર્થક કરતા વિવેકસાગર સ્વામી: રમેશભાઈ ધડુક
કોવિડથી લડતા દર્દીઓની વ્યથાએ હૃદયને હચમચાવી નાખ્યું એવા કપરા અને વિકટ સમયે અમારી સંસ્થાના મુખ્યદાતા, સમાજ શ્રેષ્ઠી અવિનાશભાઈ આર.બદીયાણીએ આર્થિક મદદ પ્રેરણા આપી જેના પરિણામ સ્વરૂપે આર.પી.બદીયાણી કોવિડ હેલ્થ કેર સેન્ટરનો તા.19/4/2021ના રોજ રાજકોટ સ્વામીનારાયણ મંદિરના કોઠારી શ્રી રાધારમણસ્વામીની સાથે ગુજરાત રાજયના કેબીનેટ પ્રધાન જયેશભાઈ રાદડિયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન ચેતનભાઈ રામાણી, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, પી.જી.કયાડા, વસંતભાઈ બાબરીયા એન્ડ ફેમેલી, સુરેશભાઈ સાખરેલીયા, રાજુભાઈ, મીતભાઈ રૂપારેલીયા, અરવિંદભાઈ વાલાણી, લખુભાઈ વાલાણી, પ્રદિપભાઈ ભાખર તેમજ ડોકટર, પેરામેડિકલ સ્ટાફ, હરિભકતોની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લાના જેતપુરના સાંકળી ગામ ખાતે શુભારંભ કર્યો જેમાં પ્રારંભિક 50 બેડની અતિઆધુનિક સુવિધાઓથી સજજ હોસ્પિટલની શરૂઆત કરી તેમજ તેમાં ઓકિસજન, વેન્ટીલેટર, ઈન્જેકશન તેમજ દવાઓનો પુરતો જથ્થો સાથે 24 કલાક ઈમરજન્સી સેવા સાથે ડોકટરો અને નર્સોના પુરતા સ્ટાફ સાથે પૌષ્ટિક આહાર જેમાં ચા, નાસ્તો, ભોજનની વ્યવસ્થાઓ નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કુલ-સાંકળીના રસોડેથી આપવામાં આવશે. જેથી આવી અદભુત વ્યવસ્થાઓ ઉભી કરીને આજુબાજુના તમામ લોકોને મદદરૂપ થવા કરી છે અને આ ગામમાં જયારે સ્વામીનારાયણ ભગવાન અવાર-નવાર પધાર્યા છે. તેઓએ એક કુવો બનાવડાવીને કહ્યું હતું કે, આ કુવામાં જેટલા રાઈના દાણા સમાશે એટલા લોકોને મોક્ષ પ્રાપ્ત કરાવી મારા અક્ષરધામમાં લઈ જઈશ.