સોનોગ્રાફી કરાવનારની સંપૂર્ણ માહિતીનો રેકોર્ડ જરૂરી
રાજય સરકારે સોનોગ્રાફીનો રેકોર્ડ ન રાખનારા ગાયનેકોલોજીસ્ટોને સજા આપવા હાઈકોર્ટમાં અરજી કરી છે. ગર્ભ પરીક્ષણના કાયદા તળે રેગ્યુલેશન અને પ્રિવેન્શન મીસયુઝ એકટ ૧૯૯૪ મુજબ પ્રસુતી પહેલા ગર્ભની લીંગ તપાસ ગેરકાયદેસર છે.
કેસ પ્રમાણે જૂનાગઢના ડો.મુકેશ ઠુંમરના દવાખાનાના રેકોર્ડ મુજબ તેણે ગર્ભની અવસ્થા જાણવા માટેની સોનોગ્રાફીમાં મહિલાની જરૂરી વિગતો લીધી ન હતી ૨૦૧૬માં મેજીસ્લેટરલ કોર્ટમાં ડો.મુકેશ નિયમનો ભંગ કરવા બદલ ગુનેગાર સાબીત થયા. કોર્ટે જણાવ્યું કે પ્રસુતી પહેલા લીંગની તપાસ કરવી અથવા કરાવવી કાનુની અપરાધ છે. એવામાં ડો. મુકેશ પાસે જરૂરી દસ્તાવેજો અને માહિતી પણ નહતી તેના કેસમાં એક મહિલા ૧૬ વર્ષ બાદ ક્ધસીવ કરવા સક્ષમ બની હતી. ત્યાર બાળક કદરૂપુ અથવા ખોટખાપણ વાળુ નથી તેની તપાસ માટે સેકસ ડિટરમીનેશન કરવામાં આવ્યું હતુ કેસના એક વર્ષ બાદ પણ ડોકટરને સજા થઈ નહતી.
માટે હવે ડોકટરને ૧ વર્ષની સજા અને રૂ.૫૦૦૦નો દંડ આપવામાં આવશે માટે રાજય સરકારે ડોકટરને સજા આપવા હાઈકોર્ટને આદેશ કર્યો છે.