મહિલા લોન ટેનીસ સ્પર્ધામાં એચ.એન.શુકલ કોલેજની અકબરી અદિતી વિજેતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજની વિવિધ સ્પર્ધા ચાલી રહી છે.જે અંતર્ગત આજરોજ એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજ આયોજીત મહિલા લોન ટેનીસ ટૂર્નામેન્ટનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટેનીસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજની વિર્દ્યાનિીઓએ ભાગ લીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્પોર્ટસના સભ્ય અને ઈન્ડોર સ્ટેડિયમના ઈન્ચાર્જ ચિંતન રાવલે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા અંતર્ગત એચ.એન.શુકલ કોલેજ અંતર્ગત મહિલા લોન ટેનીસ ટૂર્નામેન્ટનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જી.એચ.ગોસરાણી કોલેજ જામનગરની મહેતા ચી, રાયઠઠ્ઠા પરીતા, સાવરકુંડળાની વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજની વિર્દ્યાનિી વાઘેલા પુમ્બા, પીઠડીયા પાલ, અમરેલીની એલ.ડી.ધાનાણી કોલેજની આકોલીયા ભાવિકા, રાજકોટની કણસાગરા કોલેજની ઘુંટવા ઈશીતા અને એચ.એન.શુકલ કોલેજની વિર્દ્યાીની અકબરી અદિતી વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો.
અંતે અમરેલી એલ.ડી.ધાનાણી કોલેજની આકોલીયા ભાવિકા તૃતિય નંબર પર, રાજકોટની કણસાગરા કોલેજની ઈશીતા દ્વિતીય નંબર અને એચ.એન.શુકલ કોલેજની વિર્દ્યાીની અકબરી અદિતી મહિલા લોન ટેનીસ સ્પર્ધાની ચેમ્પીયન બની હતી. પ્રમ ત્રણેય વિજેતા વિર્દ્યાનિી હવે ભવિષ્યમાં આંતર યુનિર્સિટીમાં ભાગ લેવા જશે. આ ઉપરાંત આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા અંતર્ગત ક્રિકેટની પણ સેમી ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં હરિવંદના અને એચ.એન.શુકલ કોલેજ વચ્ચે જંગ જામ્યો હતો. અંતે એચ.એન.શુકલ કોલેજ વિજય બની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો.