ગુજરાતમાં વર્ષ 2020-21માં જીરાનું ઉત્પાદન 4.29 લાખ ટન નોંધાયું હતું : જાન્યુઆરી 17 સુધી જીરાના ઉત્પાદનમાં 35 ટકાનો ઘટાડો નોંધાયો
અબતક, અમદાવાદ
વાતાવરણમાં સતત પરિવર્તન અને બદલાવ આવતા ઘણાં પાકને નુકશાની વેઠવી પડી છે ત્યારે આ જ પરિસ્થિતિ જીરામાં પણ જોવા મળી હતી જેમાં તે વાતનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે વાતાવરણમાં જે રીતે બદલાવ આવી રહ્યા છે તેના કારણે જીરા ના ઉત્પાદનમાં આશરે 30થી 40 ટકા જેટલો ઘટાડો નોંધાશે. વાતાવરણમાં બદલાવના કારણે જીરાના વાવેતરમાં અનેક અંશે ઘટાડો જોવા મળ્યો છે ત્યારે આજના દિવસે 20 કિલોનો જીરાનો શોદો 11,111 રૂપિયામાં થયો હતો.
કહી શકાય કે હાલ બદામના ભાવે જીરું મળી રહ્યું છે. સમગ્ર ભારત દેશમાં ગુજરાત જીલ્લા નું ઉત્પાદન કરતો સૌથી મોટું રાજ્ય છે ત્યારે ચાલુ વર્ષે આશરે 30થી 40 ટકા જેટલો ઘટાડો વાતાવરણમાં બદલાવના કારણે આવે તેવું એંધાણ થઈ રહ્યું છે.
આગામી એક વાતનો સમય હજુ પણ જીરા માટે ખુબ મહત્વનો બની રહેશે જો આ સમયગાળામાં વાતાવરણની અસર વધુ જોવા મળી તો આંકડો 40 ટકાને પાર પણ પહોંચી શકે છે. અમે દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ ની ભાષા સૌથી વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે પરિણામે જિલ્લામાં જે ઉત્પાદન થવું જોઈએ તે થઈ શકશે નહીં.આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2020 માં ગુજરાતનું ઉત્પાદન 4.29 લાખ ટન જેટલું જોવા મળ્યું હતું જે ચાલુ વર્ષ જાન્યુઆરી સતત સુધી 35 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ગત આ જ સમય ગાળા દરમિયાન ગુજરાતમાં જીરાનું ઉત્પાદન 4.69 લાખ ટન નોંધાયું હતું, જે અંગે નો આંકડો રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો.
બીજી તરફ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે જીરા ના ઉત્પાદનમાં ઘટાડો થવાનું કારણ એ છે કે ખેડૂતો દ્વારા રવિ પાકના ઉત્પાદનમાં અનેક અંશે વધારો જોવા મળ્યો છે જેમાં રાયનું એકર દીઠ ઉત્પાદનના તેના વાવેતરમાં અનેક અંશે વધારો થયો છે.
ઊંઝા માર્કેટિંગ યાર્ડ ખાતે 20 કિલો જીરાનો ભાવ 11111 નોંધાયો હતો જે 2800 રૂપિયા ઓછો હોવાનું સામે આવ્યું છે.
માવઠાની અસર વચ્ચે રવિપાક લેનાર ખેડૂતોમાં ચિંતા
સમગ્ર રાજકોટ જિલ્લામાં રવિ પાક માટે વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે તેઓનું માનવું છે કે વાતાવરણમાં સતત બદલાવ અને પલ્ટો આવવા ના કારણે અને માવઠાની અસર વચ્ચે જે લાભ રવિ પાકમાં મળવો જોઇએ તે મળી શકશે નહીં કારણ કે વાતાવરણની અસર તળે ખેડૂતો દ્વારા રવી પાક નો ઉત્પાદન સારું મળી રહે તે માટે વાવેતર પણ કરી દીધેલું છે. આંકડાકીય માહિતી મુજબ ગત વર્ષની સરખામણીમાં રાજકોટ જિલ્લામાં 3.22 લાખ હેક્ટરમાં રવિ પાક ને વાવવામાં આવ્યો છે જે 12 હજાર હેક્ટર ગત વર્ષની સરખામણીમાં વધુ છે. પરંતુ ગત વર્ષની સ્થિતિને ધ્યાને લઇ રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રવી પાક માં આ વર્ષે ઘઉં બીજા ક્રમ ઉપર જોવા મળશે પરંતુ સૌથી વધુ ખેડૂતો દ્વારા ચણા બનાવવામાં આવેલા છે ત્યારબાદ ઘઉં જીરું ધાણા અને લસણ નો સમાવેશ થયો છે. રાજકોટ જીલ્લાના ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ વરસાદ અને ખરીફ પાક સારો થતાં રાજકોટ જિલ્લાના ખેડૂતો રવિ પાક લેવા માટે સારી એવી વાવણી પણ કરી છે.