અબતક’ પણ પહોંચ્યુ ઉત્તર ગુજરાત:પુરગ્રસ્ત વિસ્તારોમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાંચમો અને અંતિમ દિવસ
મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા પાંચ દિવસથી બનાસકાંઠા ગામની મુલાકાત પર છે. જેને અનુલક્ષી તેઓ નળોદર ગામની મુલાકાત લીધી હતી જયાં તેઓએ સભા પણ સંબોધી હતી. સભા સ્થળ ઉપર વિજયભાઈએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગરીબો અને ગામડાઓના ખેડુતોની સરકાર છે, પૂરથી પ્રભાવિત અસરગ્રસ્તોને આપતિમાંથી પુન:બેઠા
કરવા સમગ્ર સરકાર તેમની પડખે છે. થરાદ વાવ પછી તેઓ સૂઈ ગામના કાણોઠી ગામે જઈ સહાય અને વહિવટી તંત્રની કામગીરીની વિગતો પણ મેળવી હતી.વધુમાં જણાવતા મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું કે, સૌ સાથે મળી બનાસકાંઠાને પહેલા કરતા સવાયું કરવું છે. સવિશેષ વાત કરતા તેઓએ કહ્યું હતું કે જન્મદિવસ આવે ને જાય પણ લોકોની સેવા કરવાનો સમય નહીં મળે. તેઓએ કહ્યું હતું કે, ૬૧મો જન્મદિવસ તેમના માટે યાદગાર રહેશે. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સરકાર અન્ય સ્થળે જગ્યા આપશે. ભાજપના નેતાઓ પ્રજાની સેવા કાર્યમાં માને છે. અગાઉ પણ સરકારે લોકોને ચેતવ્યા હતા. રાજય સરકાર ખર્ચની ચિંતા કર્યા વગર પૂરથી પ્રભાવિત તમામ વિસ્તારોને મદદ પૂરી પાડશે અને ઝડપથી અસરગ્રસ્તોને બેઠા કરવાનો પણ પ્રયાસ કરશે. તેઓએ સુઈ ગામ તાલુકાના કાણોઠી ગામની મુલાકાત લઈ અસરગ્રસ્તો પાસેથી તેમની તકલીફો જાણી હતી. તેમજ તે સર્વેને સહાય મળે છે. તેઓએ સ્થળ પરની ‚બ‚ મુલાકાત પણ લીધી હતી. મુખ્યમંત્રી વિજય ‚પાણીએ બીએસએફની ટીમના પણ વખાણ કર્યા હતા. બીએસએફ અને વહિવટી તંત્ર દ્વારા ૮૦ હજાર લોકોનું સ્થળાંતર અને ૨૦ હજાર લોકોને રેસ્કયુ કરી જાનહાની પણ ટાળી હતી. સુઈ ગામ
તાલુકામાં ૨૧ ગામોનો સર્વે કરી ૮૫૯ લોકોને ૬ લાખ ૭૪ હજાર ૭૦૦ કેશડોલ્સ સ્વ‚પે સૂકવાયા હતા. તેમજ તાત્કાલિક ધોરણે ૩૪ જેટલા કુટુંબોને ૧.૫૦ લાખ જેટલી તાત્કાલિક સહાય પણ કરવામાં આવી હતી. સાથો સાથ વિજય ‚પાણીએ પૂરની પરિસ્થિતિ દરમ્યાન એન.ડી.આર.એફ ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ગુજરાત બીએસએફના આઈજી અજય તોમરે કહ્યું કે, પૂરમાં ફસાયેલા લોકો હોય, ડેમની તૂટવાની જે ભીતિ હોય, ફૂડ પેકેટનું વિતરણ હોય તેવા તમામ કામ છેલ્લા ૧૦ દિવસથી કરવામાં આવી રહ્યા છે. જવાનોને બોર્ડર ઉપરથી પણ બોલાવી લેવાયા છે. અત્યાર સુધી બીએસએફ દ્વારા ૬૦ હજાર ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથો-સાથ મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઘર વખરીને જે કિટ ૫ હજારની હોય છે તેવી ૨૫૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.