૫ મે સુધી વિવિધ કાર્યક્રમો: ગ્રામ સ્વરાજ અભિયાનના ઈન્ચાર્જ તરીકે વિજયભાઈ કોરાટની વરણી
રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, ભરતભાઈ બોઘરાની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત રાજકોટ જીલ્લાના તાલુકા અને જીલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, બાવનજીભાઈ મેતલિયા તથા જીલ્લાના હોદેદારો, તાલુકા/શહેરના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયાએ ગ્રામ સ્વરાજ અભિયાનના કાર્યક્રમની રૂપરેખા આપતા પહેલા ગ્રામ સ્વરાજ અભિયાનના સંપૂર્ણ ઈન્ચાર્જ તરીકે જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટની વરણી કરવામાં આવતા જીલ્લા ભાજપાના તમામ હોદેદારોએ અને તેમની વરણીને આવકારી હતી.
વધુમાં સખીયાએ જણાવ્યું હતું કે, તાજતેરમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીના જન્મજયંતિ નિમિતે કોટડાસાંગાણી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. તે ઉપરાંત ગઈકાલે સ્વચ્છ ભારત પર્વ અંતર્ગત દરેક પંચાયતના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ગામડાઓમાં ખુલ્લામાં શૌચ થાય છે તે ગામડાઓને તેમાંથી મુકત કરવાનો પ્રયાસ, જનજાગૃતિ કાર્યક્રમો, આવતીકાલે તા.૨૦ના ઉજ્જવલા પંચાયત અંતર્ગત ગરીબ લાભાર્થીઓને ગેસ સીલીન્ડરનું વિતરણ તથા સંમેલનોનું આયોજન, તા.૨૪ના પંચાયત રાજ દિવસ જે રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત ઈ-પંચાયત પુરસ્કાર, પંચાયતોને દિનદયાલ ઉપાધ્યાય પંચાયત, સશકિતકરણ પુરસ્કાર, ગ્રામસભાઓને નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામસભા પુરસ્કાર જેવા રાષ્ટ્રીય પુરસ્કારોનું વિતરણ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આપવામાં આવશે.
તા.૨૮ના ગ્રામશકિત દિવસ તરીકે ઉજવાશે. જેમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના વગેરેના હકક પત્ર આપવામાં આવશે. પુરસ્કાર વિતરણ કરવાના કાર્યક્રમો યોજાશે. તે ઉપરાંત તા.૩૦ના વડાપ્રધાને તાજેતરમાં આયુષ્યમાન ભારતની જાહેરાત કરીને તંદુરસ્ત રાષ્ટ્ર થકી જન-જનની સ્વાસ્થ્યની સુરક્ષા મિશન અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી જાણકારી આપીને લોકોની તંદુરસ્તીની ખેવના એજ ભાજપાનો સંકલ્પ છે. તા.૨ મેના કિશાન કલ્યાણ કાર્યશાળા અંતર્ગત કિશાનોની આવક બમણી કરવા માટે થઈ ૨૦૨૨ સુધીમાં તમામ કિશાનોને પાક ઉત્પાદનો વિશેની માહિતી આપવા કાર્યશાળા ખોલવામાં આવશે. તા.૫ મેના આજીવિકા તથા ૪૦૦૦ કૌશલ્ય વિકાસ મેળાઓ યોજીને સ્વસહાય જુથની સ્વયંસેવક બહેનોને માર્ગદર્શન અપાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com