અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ડિજિટલ એજયુકેશનના પ્રોત્સાહન માટે પ્રયાસો
ગુજરાતમાં ૪ જિલ્લામાં કુલ ૧૫૦ સરકારી સ્કુલોમાં અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ડીજીટલ ઈકવીલાઈઝર નામનો પ્રોગ્રામ ચાલે છે. આ ચાર જિલ્લા રાજકોટ, અમરેલી, અમદાવાદ અને ગાંધીનગર છે. અમેરિકન ઈન્ડીયા ફાઉન્ડેશન દ્વારા ડીજીટલ ઈકવીલાઈઝર પ્રોગ્રામ અંતર્ગત ધો.૬ થી ૮ના શિક્ષકોને સેન્ટ્રલાઈઝ ટ્રેનીંગ આપવામાં આવે છે.
તેમજ ડિજીટલને એજયુકેશન સાથે એક સેતુ, બ્રીજની જેમ જોડવામાં આવે છે. અને દરેક ક્ન્સલ્ટર કો.ઓર્ડિનેટર અઠવાડિયાનાં ૧ દિવસ દરેક સ્કુલમાં જઈને કવોલીટી એજયુકેશન અને ઓનલાઈન તાલીમ આપવામાં આવે છે. તેઓ દરેક ટેકનોલોજીની તાલીમ આપે છે. તેમજ શિક્ષકની પેડાગોજી પધ્ધતિથી શિક્ષણ કેવી રીતે આપી શકાય જેથી એકટીવીટી બેઈઝ લર્નીંગ દ્વારા બાળકો શીખી શકે તેમજ ફાયનાન્સીયલ લીટ્રેસી દ્વારા શિક્ષકો અને બાળકોમાં નાણાકીય વ્યવહાર વધુ સારી રીતે કેળવાય તેના માટે પણ કો.ઓડીનેટર્સ દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે.આ વિશે રાજકોટની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે તા.૧૦ના રોજ એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. અને આ પ્રોગ્રામની અસર શું થઈ રહી છે. તેના માટે ડીજીટલ ઈકવીલાઈઝર પ્રોગ્રામના ડાયરેકટર સંયુકતા ચતુર્વેદીએ દિલ્હીથી આવી રાજકોટની મુલાકાત લીધી હતી અને સરકારી શાળાની મુલાકાત લઈ પ્રોગ્રામની અસરો વિશે માહિતી મેળવી હતી.
અને પોતાની ટીમને પ્રોત્સાહિત કરી હતી તેમજ આ વિશે સંયુકતા ચતુર્વેદીએ મીટીંગમાં પ્રોગ્રામનું અમલીકરણ કેવી રીતે થાય છે અને કેટલા કો.ઓર્ડિનેટર ટ્રેઈન થઈ રહ્યા છે. તેમજ ડિસ્ટ્રીકટથી લઈને સ્ટેટ લેવલ સુધી કેવી રીતે મોનીટરીંગ થાય છે.તેની વિગતવાર માહિતી મેળવી ચર્ચા કરી હતી આ વિશે સંયુકતા ચતુર્વેદીએ અબતક સાથેની ખાસ વાતચીત દરમ્યાન જણાવ્યું હતુ કે આ એઆઈએફનું ફલેકશીપ પ્રોગ્રામ છે. જે અમે ૧૧ રાજયમાં છેલ્લા ૧૫ વર્ષથી ચલાવીએ છીએ અને છેલ્લા ૮ વર્ષથી ગુજરાતમાં ૧૫૦ શાળાઓમાં ચલાવીએ છીએ. આ એક ખૂબજ રસપ્રદ પ્રોગ્રામ છે. જયાં આપણે એજયુકેશન અને ટેકનોલોજીનો સંયુકત છે. અને અમરા પ્રોગ્રામનો મુખ્ય હેતુ ટીચર્સને સક્ષમ બનાવવાનો છે. ટીચર્સ જયારે કલાસમાં હોય છે.ત્યારે વિદ્યાર્થીઓને ટેકનોલોજી કેવી રીતે શીખવે છે.તેના પર અમે ખાસ શીખવી છીએ.
આ પ્રોગ્રામ દરમિયાન અમે સેન્ટ્રલાઈઝ ટ્રેનીંગ આપીએ છીએ. અમારી ટીમ દર અઠવાડીયે ટીમની વિઝીટ પણ કરે છે. અમે ૬,૭ અને ૮ ધોરણ પર ફોકસ કરીએ છીએ અને ગણિત, વિજ્ઞાન અંગ્રેજી અને સામાજીક વિજ્ઞાન પર ફોકસ કરીએ છીએ.અમારો પ્રયત્ન છે. કે ટીચર્સની સ્કીલ મજબુત અને સક્ષમ બનાવીએ અમે ચાર જિલ્લાઓમાં અને ૧૫૦ સ્કુલોમાં કામ કરીએ છીએ. અમારી ૧૭ લોકોની ટીમ છે.