રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન DAY-NULM યોજના અંતર્ગત કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ EST&P ઘટક હેઠળ શહેરી સમૃધ્ધિ ઉત્સવનાં ભાગ સ્વરૂપે તાજેતરમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, રેસકોર્ષ, આર્ટ ગેલેરી સામે, રાજકોટ ખાતે રોજગાર ઇચ્છુક રાજકોટના તમામ યુવક/યુવતીઓને જુદી-જુદી કંપનીઓમાં ખાલી પડેલ જગ્યા માટે કંપનીના પ્રતિનિધિઓ દ્વારા માર્ગદર્શન તથા ભરતી પ્રક્રિયા અર્થે જોબ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
સદર જોબ મેળામાં રાજકોટ મહાનગરપાલિકાનાં શિશુકલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેન શ્રીમતી રૂપાબેન શીલુ તથા વોર્ડ નં.૨ નાં કોર્પોરેટરશ્રી ડો. દર્શીતાબેન શાહે જોબ મેલા દરમ્યાન હાજરી નોંધાવી કરાવેલ. શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિના ચેરમેનશ્રી શ્રીમતી રૂપાબેન શીલુ દ્વારા જોબ મેલા દરમ્યાન રોજગાર ઇચ્છુક યુવક/યુવતીઓને માર્ગદર્શન પૂરું પડેલ હતું. તથા આ મેલા દરમ્યાન ૧૬ જેટલી જુદી-જુદી કંપનીઓ સહભાગો થયેલ અને ૨૩૬ જેટલા યુવક/યુવતીઓ જોબ મેલા દરમ્યાન ભાગ લીધેલ હતા.