સીમસીમ ખૂલજા, સીમસીમ બંધ હોજા: એક લાખ કરોડ છૂમંતર: ઘરમાંથી લગીરે બહાર નીકળ્યા વિના ખિસ્સા ખાલી થઈ જવાનું કૌતુક ! ન કોઈ ફરિયાદ, ન કોઈ એફઆઈઆર !

જાન હૈ તો જહાન હૈ: જાન બચાવો-પ્રાણ બચાવો: કોરોનારાજનું મૂલ્યવાન સૂત્ર: સો વાતની એક જ વાત: ઘરન બહાર ન નીકળો ! નહિ તો ‘માણસ ગંધાય, માણસ ખાઉ’નો રાક્ષસ ગમે ત્યાં ઝડપી લઈને આખે આખા અને કાચેકાચા ભરખી જશે: ચેતવણી લાંબા ગાળાની છે: શ્ર્વાસ ખાવા જેટલો સમય પણ નામંજૂર: નવરાત્રિ નિમિત્તે પધારેલા માતાજી જ રક્ષી શકે: એમની કૃપા જ મોટો આશરો: જેમણે મહિષાસુર માર્યો, તે કોરોનાને પણ મારી શકે !

આપણા દેશમાં સૌથી મોટા સત્તાધીશ તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, એમનાથી મોટા કોણ, એ સવાલનો જવાબ આજના સમયમાં જાહેરમાં દેવો એ બોર્ડની પરીક્ષાના અધરામાં અધરા સવાલનો જવાબ આપવાનું અધરૂ બને એટલો અઘરો છે અને પ્રકૃતિમાં આકરો પણ છે.

પણ એમ કહેવું જ પડે , વડાપ્રધાનથી મોટી આ દેશની પ્રજા છે ભલે એની પાસે કેટલી સત્તા છે એ એક કોયડો છે કહે છેકે, ‘સીમસીમ ખૂલજા, સીમસીમ બંધ હોજા’ બોલીને કોઈપણ કબાટ, તેજૂરી, પટારા એમ ગમે તે બંધ ચીજોને ખોલી દેતો, અને સીમસીમ બંધ હોતી કહીને ફરી એને બંધ કરી દેતો એક જાદૂગર હતો. એની જાદુગીરીની વાતો કહેવાની આપણને છૂટ નથી. છતાં કોરોનાના અંચળા હેઠળ આપણી સરકારે કલમના એક ઝાટકે સામાન્ય પ્રજાના રૂપિયા એક લાખ કરોડ ‘સીમ સીમ ખૂલજા, સીમ સીમ બંધ હોજા’ના અજબ જેવા ખેલ વડે છૂમંતર અર્થાત અલોપ કરી દીધા છે.

અહી વિચિત્રતા તો એ વાતની છે કે ઘરમાંથી લગીરે બહાર નીકળ્યા વગર સવા અબજ જેટલી પ્રજાના, એમાં વળી જેમને પૂરૂ ખાવાનું મળતું નથી અને અર્ધા અંગેય ઢંકાય એટલા વસ્ત્રો નથી એવા કરોડો લોકોના ઘર બાર તેમજ ફાટેલા તૂટેલા ખિસ્સાંનો પણ સમાવેશ થયો છે, એ કૌતુક જેવું તેવું નથી ! પણ જેમના હાથમાં સત્તા હોય એને કોણ પૂછે કે સવાલો કરે? ન કોઈ ફરિયાદ કે ન કોઈ એફઆઈઆર ! આવો કોરોના રાજ ‘કરતાં તો આપણું રાજ શું કયાંય સારૂ નહિ ?

‘જાન હૈ તો જહાન હૈ: જાન બચાવો-પ્રાણ બચાવો’એ કોરોના રાજનું સૂત્ર છે. સો વાતની એક જ વાત – ઘરની બહાર ન નીકળો. નહિતર ‘માણસ ગંધાય, માણસ ખાઉં’નો રાક્ષસ ગમે ત્યાં ઝડપી લેશે અને આખેઆખા તથા કાચેકાચા ભરખી જશે. પેલા કુંભકર્ણની જેમ ઓહિયા કરી જશે !

આ ચેતવણી લાંબા સમયની છે.જેનો અંત ન આવે ત્યાં સુધીની છે શ્ર્વાસ ખાવા જેટલો સમય પણ મજૂર નથી.

નવરાત્રિ નિમિત્તે આપણા આંગણે પધારેલા માતાજી જ એમાં રક્ષીશકે ! એમનો આશરો જ સૌથી સૌથી મોટો ! જેમણે મહિષાસુરને માર્યો, ચણ્ડ-મૂણ્ડ જેવા રાક્ષસોને ચામુંડા સ્વરૂપે માયાર્ં અને ફરી પાછા કયારેય બેઠા ન થાય એ રીતે હતા ન હતા કરી દીધા એવા એક સો એટમ બોમ્બથીયે વધુ સંહારક શકિત ધરાવતા માતાજીનો જ એકમાત્ર આશરો કોરોના રાક્ષસને એ મહાશકિત આદ્યશકિત ચપટીમાં ચોળી દે, એ કબૂલ, પણ કોરોના રાક્ષસ જરીકે ભરોસાપાત્ર નથી અને એ કોઈથી ગાંજયો જાય તેમ નથી એ છૂપો દુશ્મન છે. એ ઘરમાં, અને શરીરમાં ઘૂસી ગયા પછી છ દિવસે જ છતો થાય છે એવી ચેતવણી ખૂદ વડાપ્રધાને આપી છે. એમણે એટલી હદે કહ્યું છે અને તે પણ બે હાથ જાડીને વિનંતી કરી છે કે, તમે અને તમારા એકેએક કુટુંબીજનોનાં ભવિષ્ય જો જોખમમાં ન નાખવા હોય તો આજે જ રાત પછી પૂરા ત્રણ દિવસ સુધી ઘડીકેય ઘરની બહાર ન નીકળવાની લક્ષ્મણરેખા દોરી લેજો અને તેની બહાર ન નીકળવાની પ્રતિજ્ઞા લેજો.

આ બધં ભલે અનુસરવા જેવું છે અને અનિવાર્ય પણ છે, પરંતુ એનો સતત ફફડાટ અનુભવવો, જીવન જીવવાની હામને ડગમગાવી દેવી, લડયા વિના હારી જવું અને ગભરાટમાંને ગભરાટમાં મરી જવું, એ જીવંત, ચેતનવંતા અને તેજસ્વી મનુષ્યોને કેમ પાલવે?

એક જિંદાદિલ કવિએ તો એવું લખ્યું છેકે,

જળ સ્થિર રાખવું તો સમંદરને પાલવે,

વહેતા ઝરણાથી એવું સહન થઈ શકે ખરૂ?

આપણે વડાપ્રધાને જે કાઈ કહ્યું છે તેને ચૂસ્તપણે અનુસરવાનું છે. પણ લડયાવિના નહિ હારવાનો આપણો મંત્ર છે. રામાયણ, મહાભારત, ભગવદગીતાનો આ દેશ છે. લડીને જીતી જ જવાના શિરસ્તાનો આ દેશ છે.

આપણે તો માતાજીન આશરે હિમતપૂર્વક રહેવાનું છે. ચાલો, આપણી દિશા આ બંનેનો સમન્વય કરવાની છે અને જીતની શ્રધ્ધા સાથે આગેકદમ માંડવાના છે!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.