આઝાદી પછી તકવાદી રાજકારણીઓએ પવિત્ર પ્રસંગ ચૂંટણીમાં મત માટે જુદી જુદી કોમોમાં ભેદભાવ ઉભો કરી અપવીત્ર કરી સમાજનું જ વીભાજન કરી નાખ્યું છે !

તે સમયે ગોવા અને ગોવાની જનતા એક દમ શાંત અને શિસ્તબધ્ધ હતી અને કાયદાનું પાલન પણ ચુસ્ત પણે થતુ હતુ કેમકે ફીરંગીઓનું અનુશાસન ખૂબજ કડક હતુ. અભ્યાસુ સ્વભાવના જયદેવે મોકો મળતા ગોવા પોલીસ સ્ટાફ મળતા તેમની સાથે ગોવાના ક્રાઈમ અને ક્રીમીનલ અંગે ચર્ચા કરેલી તો જાણવા મળેલુ કે અહી ક્રાઈમતો ખાસ કાંઈ જ નથી સ્થાનીક પ્રજા તો કાયદાનો ભંગ કરતી જ નથી. બહારના રાજયોના ગુનેગારો આવે તેઓ હોટલો કે રીસોર્ટ ઉપર જે ચોરીઓ ઠગાઈઓ કરે તે જ. બાકી અહી મારામારી તો થતી જ નથી. રોડ અકસ્માતો પણ વર્ષે એક બે બને ! જયદેવે ખાસ પ્રશ્ર્ન પૂછયો ‘પોલીસ ઉપર એસોલ્ટ (હુમલા)ના ગુન્હા બને?’ તેમણે જણાવ્યુંં કે ગોવાની જનતાના મગજમાં  પોલીસ ઉપર હુમલો થઈ શકે તેવું જ્ઞાન જ નથી. અહી જનતા પોલીસને પુ‚ માન સન્માન આપે છે ! જયદેવે વિચાર્યું કે આ યુરોપીયન (ફીરંગી) કલ્ચરનો પ્રભાવ છે કે કાયદાનું ચુસ્ત પણે પાલન અને પોલીસ પ્રત્યે સન્માન અને દા‚પીને ડીંગલ ધમાલતો એક મહિના દરમ્યાન કયાંય જોયેલ જ નહિ! જયારે દારૂ બંધી વાળા ગુજરાતમાં દરરોજ પીને ધમાલ મારામારીના ટેલીફોન ફરિયાદો ચાલુ જ હોય !

ગોવામાં ગુજરાતના પોલીસ અધિકારીઓ માટે આગ્વાદ ફોર્ટ એરીયામાં બનાવવામાં આવેલ ટેન્ટ સીટીમાં તમામ સુવિધાઓ હતી અને જમવા માટે મેસમાં જમવાનો સમય સુનિશ્ર્ચિત હતો રાત્રીનાં દસ વાગ્યા પછી જમવાનું બંધ, પરંતુ આ તકલીફ ગોવાની કાજુ ફેની પીનારને વધુ હતી, કેમકે એક…બે…ત્રણ…એમ. પેગ ઉપર પેગ ચાલુ થાય પછી સમય ભાન પણ અદ્રશ્ય થઈ જાય. આ મેસનું સુપરવિર્ઝન ગોવાના પોલીસ ઈન્સ્પેકટર ફરનાન્ડીઝને સોંપાયેલું દરરોજ રાત્રે મેસમાં દેકારો બોલે પણ ફરનાન્ડીઝ મહેમાન નવાજી તરીકે બધી બતતમીજી સહન કરી ચલાવી લેતા.

એક દિવસ ફોજદાર જયદેવ ચાવડા અને ગોહિલ ગયેલા ચાવડાએ ત્યાં જ પોઝીશન ટાઈટ કરી લીધેલી આગ્વાદ આવવામાં થોડુ મોડુ થયું અને મેસમાં પણ થોડો મોડા પહોચ્યા ખુરશી ટેબલ ઉપડી ગયેલ હોય ચાવડાએ ફરનાન્ડીઝને એક દેશી સંભળાવી દીધી પણ ફરનાન્ડીઝને તે ભાષાજ્ઞાન નહિ હોય તેમાં સમજણ પડી નહિ અને નમ્રતાથી કહેવા લાગ્યો કે સાહેબજી અબ કુછ બાકી રહા હી નહિ, વરના આપતો નિયમિત હો! આપકે લીએ કોઈ પ્રશ્ર્ન હિ નહિ હૈ !’ પણ ચાવડાને કાજુ ફેની બરાબર ચડી ગઈ હતી. તેણે તેની ગોંડલ સ્ટાઈલથી ફરનાન્ડીઝને તાકાતથી એક ઝાપટ ચોટાડી દીધી અને કહ્યું ‘તું ઓળખો છો હું ગોંડલ ફોજદાર છું.’ ફરનાન્ડીઝે કયારેય વિચાર્યું પણ નહિ હોય કે પોલીસ ઈન્સ્પેકટર ઉપર આવું થઈ શકે. અને તે દોડયો.

જયદેવે ચાવડાને સમજાવ્યા કે આપણા તંબુમાં ઘણો નાસ્તો છે. અને સમજાવીને તંબુમાં લઈ આવ્યો ત્યાંજ ગોવા પોલીસની સાયરન સંભળાઈ જયદેવે ગોહિલ તથા ચાવડાને ચાદરો ઓઢાડી દીધી. પરંતુ જયદેવ ચાવડાને લઈ તંબુમાં આવ્યા બાદ મેસમાં પાછળથી બીજા કાજુફેની પ્રેમીઓ લથડીયા ખાતા પહોચેલા જેમનો દરરોજનો ત્રાસ હતો. ફરનાન્ડીઝે તેમને જ પોલીસ મોબાઈલમાં ચડાવી દીધા!

સવારના ઉઠીને વાત સાંભળતા ચાવડાએ જયદેવનો આભાર માન્યો કે તમે સમય અને મને બંનેને સાચવી લીધા ! જયદેવે ચાવડાને કહ્યું ‘પરંતુ તમે શાંતિપ્રિય ગોવાના કલ્ચરનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો અને બીચારા નવાણીયા કુંટાઈ ગયા તેનું શું?’

એક દિવસ ત્રણે જણા ગોવાના પણજી પોલીસ હેડકવાર્ટરને જોવા ગયેલા હેડ કવાર્ટરના મોટા દરવાજા બહાર એકમોટુ બગીચા વાળુ સર્કલ અને ફરતે રસ્તો હતો. સામેના ભાગે નાની મોટી દુકાનો અને હોટલો હતી સાંજે ચા પાણીનો સમય થતા ત્રણેયએક હોટલમાં ચા પીવા ગયા.

ત્રણે જણાએ કમરે રીવોલ્વરો બાંધી હતી અને ગુજરાતીમાં વાતો કરતા હતા. તેમની બાજુનાં જ ટેબલ ઉપર બે દંપતી જે તાજા પરણેલા અને હનીમુન કરવા માટે આવ્યા હોય તેવું લાગતુ હતુ તે બેઠા બેઠા આ ત્રણેની વાતો સાંભળતા હતા. આ દંપતી પૈકી એક ભાઈએ જયદેવને પુછયું ‘કાઠીયાવાડી લાગો છો.’ જયદેવે માથુ હલાવી હા પાડી. પેલાભાઈએ વળી પૂછયું ‘પોલીસમાં લાગો છો?’ જયદેવ કહ્યું હા પોલીસમાં છીએ પણ નોકરી ગુજરાતમાં છે. અહિં તો બંદોબસ્તમાં આવ્યા છીએ. તેમણે કહ્યું અમારે એક બહુ મોટી મુશ્કેલી આવી છે. તમે મદદ કરશો? જયદેવે કહ્યું પહેલા એ કહો કે મુશ્કેલી કયા પ્રકારની છે. જો અમારાથી તે દૂર થાય તેવી હશે તો અમો અચુક મદદ કરીશું.

તે ભાઈએ ત્રણેના નામ ઠામ પૂછયા એટલે જયદેવે ત્રણેના નામ જાત અને નોકરીના સ્થળ સહિતની ઓળખાણ આપી અને સામો પ્રશ્ર્ન પૂછયો ‘તમારી ઓળખાણ?’ તેમણે પોતાનુંનામ મનુભાઈ કાકડીયા અને બીજાનું નામ સુરેશભાઈ ભાદાણી અને સુરતથી હનીમૂન કરવા આવ્યા હોવાનું જણાવ્યું.

એટલે કે આ બંને સૌરાષ્ટ્રના પટેલો હતા. અને ત્રણ ફોજદારો પૈકી બે દરબાર અને એક આહિર (ચાવડા) હતા ગુજરાતમાં આઝાદી પછી લોકશાહિના પ્રવિત્ર પ્રસંગ ચૂંટણીને તકવાદી રાજકારણીઓએજે તે કોમ (જ્ઞાતિ)ને મતબેંક બનાવી પ્રસંગને અપવિત્ર કરી નાખેલ છે. અને આના કારણે સત્તાની સાઠ મારીને લીધે જ્ઞાતિજ્ઞાતિઓ વચ્ચે આ રાજકીય ચોપાટની રમતે જે પરંપરા ગતભાઈચારો અને વિશ્ર્વાસ હતો તેને પરસ્પર અવિશ્ર્વાસમાં પરિવર્તન કરી નાખ્યું છે. હવે તો તમામ રાજકીય પક્ષોને ગ્રામ પંચાયતના સભ્યથી લઈ સંસદ સભ્ય સુધી આ મતબેંક રૂપી અપવિત્ર પરંપરા ને અનુસરવું અનિવાર્ય થઈ ગયું છે. સમાજનું વણઘોષીત વિભાજન જ થઈ ગયું છે!

પરંતુ વ્યકિત જયારે વતનની બહાર રાજયની બહાર જાય ત્યારે તેમનો મુળ ગુણ ‘વતન પરસ્તી’ પાછો ખીલી ઉઠે છે. જ્ઞાતિભેદ રહેતો નથી તે લગભગ તમામને અનુભવ હશે.

મનુભાઈ કાકડીયાએ જયદેવને કહ્યું અમે સુરતથી મુંબઈ સુધી આરામથી આવ્યા કાંઈ ન હતુ પરંતુ મુંબઈથી એક વ્યકિત અમારો પીછો સતત કરે છે. અમે જે હોટલમાં ઉતરીએ તે જ હોટલમાં તે વ્યકિત ઉતરે છે. અમે જયાં ફરવા જઈ એ ત્યાં તે પાછળ અને પાછળ તે જગ્યાએ આવે છે. મનુભાઈએ હોટલ બહાર ઈસારો કરી કહ્યું જુઓ રોડની ધાર ઉપર કથ્થાઈ રંગનું ટીશર્ટ પહેરીને જે માણસ ઉભો છે તેજ છે.તે અમા‚ ધ્યાન રાખીને જ ઉભો છે. અમે જેવા અહીથી નીકળીશું કે તુરત તે રીક્ષા લઈ પાછળ પાછળ પીછો કરશે અમારી ફરવાની તો મઝા બગડીજ ગઈ છે. પરંતુ હવે તો ખાવાનું ભાવતું નથી અને નિરાંતે ઉંધ પણ આવતી નથી. અમને લાગે છે કે મુંબઈ સુધીમાં અમને નકકી હેરાન કરશે અને સુરત સહી સલામત પહોચીએ તો સારૂ એવો ભય છે! જયદેવે કહ્યું ‘પ્રશ્ર્ન અટપટો અને મુશ્કેલ તો છે જ’ ચાવડાએ કહ્યું ‘મુંબઈની કોઈ ટોળકીનો લુખો હશે’.

જયદેવે ચા પીતા પીતા કહ્યું એમ કરો અમે બહાર જઈ આ માણસને અડધી કલાક રોકી રાખીશું તમે ઝડપથી તમારી હોટલ બદલી નાખજો અથવા રવાના થઈ જાજો. તેમણે કહ્યુંં ‘હોટલમાં સામાન પેક કરીને જ રાખ્યો છે. અને ટ્રાવેલનું બુકીંગ પણ કરાવી જ રાખ્યું છે. હવે નીકળવું જ છે. અને અમને નીકળતા ફકત દસ મીનીટ જ થશે.’

જયદેવ હોટલમાંથી બહાર નીકળી રોડના સામા છેડે જયાં આ માણસ ઉભો હતો. ત્યાં આવ્યો ચાવડા પણ આવી ગયા. ગોહિલ હોટલનું બીલ ચૂકવીને આવ્યા જયદેવે આ માણસના ખંભે હાથ રાખીને તેનું નામ ઠામ પૂછતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો. પેલા બંને દંપતી ઉભા થઈને તુરત જ બહાર નીકળ્યા ત્યાં તે માણસ જવા માટે તજવીજ કરતા જ ચાવડાએ તેને કોલરમાંથી પકડી એક હળવી ચોપડાવી દીધી અને નીચે બેસાડી દીધો કહ્યું અમે કહીએ નહી ત્યાં સુધી તારે અહીથી ખસવાનું નથી. સાહેબ પુછે તેનો જવાબ બરાબર આપ. પેલા માણસને તો બાજી હાથમાંથી સરકતી લાગી. પરંતુ ત્રણ ફોજદારો તેને ઘેરીને ઉભા હતા.!

તે વારંવાર જવા દેવા આજીજી અને વિનંતી કરવા લાગ્યો. આમને આમ પંદર વિસ મીનીટ તો ખેંચાખેંચી કરીને નીકળી ગઈ,વચ્ચે વચ્ચે જયદેવ અને ચાવડા હળવો ટપલી દાવ પણ રમી લેતા હતા. પરંતુ તે પછી તે જવા માટે અથરો થવા લાગ્યો. અડધો કલાક થતા તેણે ભાગવાની કોશીષ કરી અને જયદેવ તથા ચાવડાએ તેને પછાડયો અને સુઈ રહેવા હુકમ કર્યો પરંતુ કોઈ બબાલ કરતા જ બંને જણા એ આ લુખ્ખાને દસેક મીનીટ સુધી સ્પેશ્યલ કાઠીયાવાડી મેથીપાક ખવરાવ્યો,આમ તો ગોવામાં આવો કોઈ બનાવ જ ન બને પરંતુ તેમાય પણજી પોલીસ હેડ કવાર્ટર સામે તો આવો કોઈ બનાવ બને તેની ત્યાંની જનતાને કોઈ કલલ્પના જ નહિ હોય ફિલ્મનું શુટીંગ થતુ હોવાનું જાણી ત્યાં જનતાના ટોળા શુટીંગ જોવા એકઠા થવા લાગ્યા ચાલીસ મીનીટ જેટલો સમય થઈ ગયો હતો ગોહિલ રીક્ષા લઈ આવ્યા અને ચાવડાએ લુખ્ખાને છેલ્લુ ગલોટીયું ખવરાવી ત્રણે જણા રીક્ષામાં બેસી ગયા રીક્ષા ડ્રાઈવરને રીક્ષા માપ્સા જવાની બોટના ધકકે લઈ લેવા કહ્યું બોટ તૈયાર જ હતી તેમાં બેસી ત્રણે જણા માપ્સા આવ્યા અને માપ્સાથી રીક્ષા લઈ આગ્વાદ ટેન્ટ સીટીમાં આવી ગયા.

જયદેવે કહ્યું આજે ગુજરાત સરકારનો પગાર બરાબર વસુલ થયો ચાવડાએ કહ્યું આજે ભૂખ પણ બરાબર લાગશે અને જમવાનું પણ બરાબર ચાલશે! અને ચાવડાએ પેગની તૈયારી શરૂ કરી દીધી.

હવે બંદોબસ્તના દિવસો પૂરા થવામાં હતા અને જો મુસાફરી જીપોમાં ‘કરવાની હોય તો સમય અને થાક બંને વધારે લાગતા હોય ત્રણે જણાએ ગોવાથી મુંબઈ બાય એર અને મુંબઈથી રાજકોટ બાય રેઈલ જવાનું નકકી કર્યું પરંતુ પ્લેનમાં રીવોલ્વરો કેમ લઈ જવી તે પ્રશ્ર્ન હતો પરંતુ અલીભાઈ લાલાણીએ તે પ્રશ્ર્નનું નિરાકરણ કરી દીધું અલીભાઈએ કહ્યું આ ગોવાના દબોલીયમ એરપોર્ટ મેનેજર અગાઉ જૂનાગઢના કેશોદ એરપોર્ટમેનેજર હતા ત્યારથી ભાઈ બંધી છે. વ્યવસ્થા થઈ જશે અને ટીકીટોની પણ વ્યવસ્થા થઈ ગઈ.

રાષ્ટ્ર સમુહના દેશોના વડાઓએ ત્રણ દિવસ ગોવા ખાતે રજા માણી જુદી જુદી જગ્યાએ ફર્યા આખા ગોવાને રંગરોગાન કરી શણગારવામાં આવેલુ તેમાય હોટલ તાજ વીલેજમાં તો રોશની સહિત સ્વર્ગ ઉતારવામાં આવ્યું હતુ તેની સાથે ગોવાનો પોતાનો કુદરતી નજારો એવા અદભૂત દ્રશ્યો ઉભા થયા હતા કે ન પૂછો વાત! પેલુ બચપણમાં ઈગ્લીશમાં શીખેલા If There Is a Fairy Land, It must be Just Like as This Beatyfull Place વાકય મુજબનું જ હતુ આ વાકય આમતો મૈસુરના વૃંદાવન ગાર્ડન માટે હતુ પરંતુ આ સ્થળની સજાવટ અને કુદરતી નજારો જોતા ખરેખર તે વખતે પરીઓના દેશ જેવું રૂપ ગોવાએ ધારણ કર્યું હતુ.

જયદેવનો બંદોબસ્ત કેનેડાના પ્રાઈમ મીનીસ્ટર પેરી ટ્રુડોના કોટેજ ઉપર હતો સામેજ સન ૧૯૭૧ના યુધ્ધના વિજયના યશસ્વી ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધી ઉતરેલા તે બંગલો હતો. યુધ્ધના નાયકને નજીકથી જોવાનો અને મળવાનો જયદેવને મોકો મળેલો.બંદોબસ્ત પૂરો થયા બાદ ત્રણે જણા ગોવાથી ઈન્ડીયન એરલાઈન્સના પ્લેનમાં મુંબઈ આવ્યા અને મુંબઈથી ટ્રેન રસ્તે આરામથી રાજકોટ પાછા આવી ગયા.

ફરજ ઉપર હાજર થઈ ગયા બાદ જાણવા મળ્યું કે જેમને ખરેખરગોવા બંદોબસ્તમાં જવાનું હતુ પરંતુ યેનકેન પ્રકારે ગોવા બંદોબસ્તમાં જવાનું ટાળેલુ તે લોકો બંદોબસ્તમાં ગયેલા અધિકારીઓથી એક મહિનાની જલ્સા પાર્ટીની વાતો સાંભળી ખૂબજ પસ્તાયેલા ! જો કે જયદેવને તો ઓચિંતી જ ગોવા જવાની લોટરી લાગી ગઈ હતી!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.