પાલખીયાત્રામાં જૈન-જૈનેતરો મોટી સંખ્યામાં જોડાયા
ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામીના પાટાનુપાટ બિરાજીત પૂ. ધીરગુરુદેવના આટાનુવર્તી સ્વ. પૂ. લાભુબાઇ મ.સ.ના સુશિષ્યા મધુરવકતા બા.બ્ર.પૂ. પ્રફુલાબાઇ મહાસતીજી 85 વર્ષની વયે 59 વર્ષના દીક્ષા પર્યાય સહિત જશ-પ્રેમ- ધીર સંકુલ, કામદાર ઉપાશ્રયે સંવત્સરીના મહાન દિને સવારે 9.15 કલાકે સમાધિ ભાવે કાળધર્મ પામ્યા છે. બપોરે 1.31 કલાકે પાલખી યાત્રા નીકળી હતી.
રજનીબાઇ બાવીસીના જણાવ્યાનુસાર ભાણવડના ત્રિભોવનભાઇ કરશનજી શેઠ અને મણીબેનના ગૃહાંગણે જન્મ ધારણ કરનાર પ્રફુલાબેને વિ.સં. 2020 મહાવદ 3 ના યાર સમૈયા પૂ. રંભાબાઇ મહાસતીજીના પરિવારમાં પૂ. કાંતિઋષિજી મ.સા.ના હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રમાં વિચરણ કરેલ. ડો. સંજયભાઇ શાહ, જયશ્રીબેન શાહ, સ્થા. જૈન મોટા સંઘ, પ્રહલાદ પ્લોટ કોઠારી ઉ5ાશ્રય, સી.એમ. શેઠ દિનેશભાઇ દોશી, કૌશિકભાઇ વિરાણી, મહિલા મંડળ વગેરેએ વૈયાવચ્ચ કરેલ. પૂ. સુશીલાબાઇ મ.સ. આદિ ઠાણાએ અંતિમ નિર્યામણા કરાવી હતી.
પૂ. પ્રફુલાબાઇ મહાસતીજીની પાલખીયાત્રા વૈશાલીનગર જૈન ઉપાશ્રયથી રામનાથ મુકિતધામ ખાતે પહોંચી હતી. તેમની પાલખી યાત્રા રામભાઇ મોકરીયા, અનિલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, પ્રવીણ કોઠારી, ચંદ્રકાન્દ્રભાઇ શેઠ તેમજ હરેશભાઇ, દિનેશભાઇ દોશી, જયશ્રીબેન શાહ અને મનીષભાઇ દેસાઇ તેમજ મનોજ ડેલીવાળા તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.પૂ. પ્રફુલાબાઇ મહાસતીજીને રામનાથ મુકિતધામ ખાતે તેમના પરિવાર તેમને અગ્નિદાહ આપ્યું હતું.