• 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને પણ મફત સારવાર મળશે
  • કોઈપણ વિલંબ કર્યા વિના ઝડપથી ‘આયુષ્માન કાર્ડ’ મેળવો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીએ ​​આયુષ્માન ભારત યોજનામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર સમજાવ્યું છે.તેમજ  આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પરિવારોને વરિષ્ઠ નાગરિકો માટે 5 લાખ રૂપિયાનું ટોપ-અપ કવર પણ આપવામાં આવશે. આ સાથે જે પરિવારને આયુષ્માન ભારત કવર મળશે તે પરિવાર માટે રૂપિયા 5 લાખ અને આ ઉપરાંત 70 વર્ષની વય વટાવી ચૂકેલા વૃદ્ધોને રૂપિયા 5 લાખ મળશે.

વરિષ્ઠ નાગરિકો માટે અલગ કાર્ડ જારી કરીશું. જેથી કરીને તેને આયુષ્માન ભારત પરિવાર કાર્ડ અને સિનિયર સિટિઝન કાર્ડથી અલગ કરી શકાય છે. તેમજ અમે તેને ઓક્ટોબરમાં લોન્ચ કરીશું.

YOJANA

આયુષ્માન ભારત યોજનાના નિયમોમાં મોટા ફેરફારો

આ મહિને મોદી સરકારે આયુષ્માન ભારત યોજનાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. આ નિયમોમાં કરાયેલા ફેરફાર બાદ હવે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધો પણ આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ લઈ શકશે. આ આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સરકારી આરોગ્ય વીમા યોજનાઓમાંની એક છે. ત્યારે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી દેશના લગભગ 4.5 કરોડ પરિવારો અને લગભગ 6 કરોડ વૃદ્ધોને સીધો ફાયદો થશે.

કોને થશે લાભ ?

70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન્સને આ યોજનાનો લાભ મળશે. તે માટે તેમની આર્થિક કે સામાજિક સ્થિતિને ધ્યાને લેવામાં નહીં આવે. તેમજ આ યોજના હેઠળ આવરી લેવાયેલા વરિષ્ઠ નાગરિકોને અલગથી કાર્ડ આપવામાં આવશે.

હાલમાં જે પરિવારો ‘આયુષ્માન ભારત’ હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને આવાં કુટુંબોમાં વરિષ્ઠ નાગરિકો હોય તો તેમને અલગથીવ રૂપિયા 5 લાખનું ટૉપ-અપ કવર મળશે. તેમાં પરિવારના 70 વર્ષથી ઓછી ઉંમરના સભ્યોની સારવાર નહીં થઈ શકે.

જો પરિવારમાં એક કરતાં વધુ વરિષ્ઠ નાગરિકો હોય તો રૂપિયા 5 લાખના વધારાના વીમાકવચમાં તેમનો સહિયારો ભાગ રહેશે.

હાલમાં જે પરિવારોને ‘આયુષ્માન ભારત યોજના’નું વીમા કવર નથી મળેલું, તેવા કુટુંબોના 70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન્સને પણ તેનો લાભ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.