દેશ બદલ રહા હૈ…. !!!
આયુષ્યમાન ભારતને નવા ભારત તરફના પ્રયાણના ક્રાંતીકારી પગલાની પ્રથમ સફર ગણાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો. કે આરોગ્ય વિમા ક્ષેત્ર ઉભી થયેલી ભારે માંગ અને લોકોનાં ઉત્સાહને પગલે આ યોજનામાં આગામી ૫-૭ વર્ષમાં ૧૧ લાખ નવી રોજગારી ઉભી થશે.
રાષ્ટ્રીય આરોગ્ય નિધિ દ્વારા આયોજીત બે દિવસીય આરોગ્ય મંથનના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારતના પ્રથમ વાર્ષિક મહોત્સવમાં આરોગ્ય વિમા યોજનાઓ કે જે લોકોને વિના મૂલ્યે વાર્ષિક આરોગ્ય વિમાનું સુરક્ષા કવચ પ્રદાન કરે છે. તે યોજનામાં ૫ લાખથી ૫૦ કરોડ લોકાને આવરવાનું લક્ષ્ય નિધારીત કરીને ગયા વર્ષે જ સપ્ટે. મહિનામાં રાંચી ખાતે આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.
આયુષ્યમાન ભારત વિમા યોજના અંગે વડાપ્રધાને જણાવ્યું હતુ કે આ ઉપલબ્ધ આપણા દેશનું ગૌરવ છે અને સમગ્ર વિશ્વ માટે અકે પ્રેરક અભિયાન છે. જે દેશના ગરીબ લોકોને આરોગ્ય સુરક્ષા અને માંદગના ઈલાજ માટે સાચો સહારો બની રહે છે.
બિમારીમાં સપડાયેલા લોકોમાંથી કોઈ એકને પણ ઈલાજ માટે જમીન, મકાન ઝવેરાત ને ગીરવી મૂકવામાં કે વેચવાની મજબુરીમાંથી પસાર થવું પડયું નથી લોકોને સારવાર માટે કોઈ વસ્તુ ગુમાવવાની કે ગીરવે મૂકવાની નોબત આવી નથી એજ આ આયુષ્યમાન ભારતની સૌથી મોટી સફળતા ગણાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે ઘણી સરકારોએ આરોગ્ય યોજનાઓ શરૂ કરવા પ્રયાસો કર્યા હતા પરંતુ તેમને આયુષ્યમાન ભારત જેવી સફળતા પ્રાપ્ત થઈ નથી ભારતના ગરીબોને આરોગ્ય સેવાનું સુદ્દઢ માળખુ અને ગુણવત્તા યુકત આરોગ્ય સેવા પ્રાપ્ત થઈ ન હતી પરંતુ આયુષ્યમાન ભારતે ભારતના લોકો માટે આરોગ્યની જાળવણી માટે એક પરિણામ રૂપી વ્યવસ્થા ઉભી કરી છે. આ યોજનામાં રાજયના ન હોય પરંતુ છેલ્લા એક વર્ષથી સ્થાઈ થયા હોય તેવો બિન રાજય લોકોને પણ આયુષ્યમાન ભારતનો લાભ આપવામાં આવેલ લગભગ ૫૦,૦૦૦ ગરીબ પરિવારોકે જે બીજા જીલ્લા કે રાજયમાંથી આવીને રોજગારી સહિતના કારણોસર આવીને વસ્યા હોય તેમને પણ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સંપૂર્ણ ગુણવતાલક્ષી અને સારી સારવાર પ્રદાન કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત યોજનાનું ગેરલાભ અને ભ્રષ્ટાચાર મૂકત બનાવવા માટે હજુ કેટલીક સુચાળુ વ્યવસ્થા અને સુધારાઓ કરીને લોકોને વધુ સારી રીતે આરોગ્ય સુરક્ષા કવચ પૂરૂ પાડવા નિરધાર વ્યકત કર્યો હતો.
સરકારના આરોગ્ય ક્ષેત્રે સુધારાના પગલાઓ અને આંતર માળખાકીય સુધારાઓની સાથે સાથે દેશના તબીબી અભ્યાસક્રમનો વ્યાપ વધારવાના નિર્દેશો આપ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતુ કે ઘણી નવી મેડિકલ કોલજો અને હોસ્પિટલોનું આગામી વર્ષમાં નિર્માણ કરીને આરોગ્ય ક્ષેત્રે વ્યવસ્થાની સાથે સાથે રોજગારીની પણ મોટી તકો ઉભી કરવામાં આવશે આયુષ્યમાન ભારત યોજના ભારતીયોની આરોગ્ય સુરક્ષા કવચની વ્યવસ્થાની સાથે સાથે આગામી ૭ વર્ષમાં અગ્યારેક લાખ નવી રોજગારી સર્જવાની નિમિત બનશે.