કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને બાળ કવિ સ્પર્ધા યોજાઈ હતી. ચિત્ર અને કવિતા એવી વસ્તુ છે જે ભાવના અને ઉર્મિ ઉમંગ સાથે જોડાયેલી છે. બાળક હોય કે મોટેરા તમે ચિત્ર દોરી શકો છો કવિતા લખી શકો છો તમારી ઉર્મિ ગંગાને મુકત મને વહેવા દો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ-૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ચિત્ર સ્પર્ધા અને બાળ કવિ સ્પર્ધાનું આયોજન કે.જે.કોટેચા ગર્લ્સ સ્કૂલમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાની શ‚આત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો.ચેતના વ્યાસ દ્વારા દિપ-પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી.ડો.ચેતના વ્યાસે જણાવ્યું હતું કે, જી.સી.આર.ટી. અને જિલ્લા શિક્ષણ તથા તાલીમભવન દ્વારા જિલ્લા કક્ષાનો કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાના ઉદેશ્ય વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, જે બાળકોમાં ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમાં આગળ વધે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે ચિત્ર સ્પર્ધા તથા સ્વરચિત બાળ કવિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તથા આ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને રાજયકક્ષાએ મોકલવામાં આવશે જેથી તેમના કૌશલ્યને પ્રેરણા મળશે.આ સ્પર્ધામાં જસદણથી ભાગ લેવા આવેલા વિદ્યાર્થી ધોળકિયા દર્પણે જણાવ્યું હતું કે હું નવાગામ પ્રાથમિક શાળા-જસદણમાં ધોરણ ૮માં અભ્યાસ કરુ છું. તેમણે જણાવ્યું હતું કે તેઓ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા છે. જે સ્પર્ધામાં ‘મારા સ્વપ્નનું સ્વચ્છ ભારત’ વિષય પર તેઓ ચિત્ર દોરવાના છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તથા વિજેતા બનવા માટે પુરી મહેનત કરવાના છે.આ સ્પર્ધા વિશે શાળાના અધ્યાપક પ્રજ્ઞાબેન રાદડિયાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધા અનુક્રમે ૩૦ તથા ૩૩ એમ કુલ ૬૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે તથા તેઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાના છે.
Trending
- પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર
- ગુજરાત-મહારાષ્ટ્રમાં 23 સ્થળોએ EDના દરોડા
- સુરત પોલીસે 111 કરોડની મોટી સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો, 25ની ધરપકડ
- ઓપન સ્કૂલિંગને લઇ ગુજરાત સરકારના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય
- શું તમારી બાઈક પણ શિયાળા કરે છે ધાંધીયા બસ કરો આ કામ આપશે જબરદસ્ત પરફોર્મન્સ
- ACBની સફળ ટ્રેપ : મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો
- Ahmedabad : ધંધુકા – ફેદરા રોડ પર ખાનગી બસ પલટી જતા 20 જેટલા શ્રમિકો ઈજાગ્રસ્ત
- ગુજરાતમાં પહેલીવાર ઠંડીનો અહેસાસ; અમદાવાદ સહિત અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે ઉતર્યું