કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારનાં સહયોગથી રાજકોટ, જામનગર, ભાવનગર, દ્વારકા અને ભૂજ સહિતનાં ૩૧ શહેરને નવસાધ્ય કરવા કુલ ૪૮૮૪.૪૨ કરોડની અમૃત યોજના જાહેર કરી છે. અટલ મિશન હેઠળ શહેરોને નવસાધ્ય કરવાની આ યોજના પાછળ કેન્દ્ર સરકાર ૨૧૪૦.૪૫ કરોડની નાણાકીય સહાય જાહરે કરી છે.જેમાં ૭૦૨.૭૭ કરોડના પ્રોજેકટ મંજૂર કરી દેવામાં આવ્યા છે.
રાજયસભાનાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા સવાલનાં જવાબમાં ગૃહ અને શહેરી બાબતોનાં મંત્રી હરદિપસિંહ પુરીએ જવાબ આપતા જણાવ્યું હતુ કે અટલ મિશન હોય કેન્દ્ર સરકાર દ્વારા દેશનાં ૫૦૦ શહેરોને નવસાધ્ય કરવા માટે પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં રાજકોટ, જામનગર, ભાવનગર, દ્વારકા, ભૂજ, ગાંધીનગર, પોરબંદર, સુરત, ગોધરા અને વડોદરા સહિત ૩૧ શહેરોની પસંદગી કરવામાં આવી છે.
વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા અટલ મિશન હેઠળ અમૃત યોજના હેઠળ કુલ ૪૮૮૪.૪૨ કરોડ રૂપિયાની નાણાકીય યોજના જાહેર કરી છે. જેમાં ૨૧૪૦.૫૫ કરોડ કેન્દ્ર સરકારના ભંડોળમાંથી આપવામાં આવશે જયારે બાકીનું ભંડોળ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શહેરોને નવસાધ્ય કરવાની આ યોજના અંતર્ગત રાજયનાં જુદા જુદા ૩૧ શહેરો માટે હાલમાં ૭૦૨.૭૭ કરોડ રૂપીયાના પ્રોજેકટ મંજૂર કરી દેવાયા છે. આમ, કેન્દ્ર રાજયનાં સહયોગથી આવનારા સમયમાં ગુજરાતનાં શહેરી વિસ્તારોનાં વિકાસને વેગ મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,