પ્રવસાન સર્કિટ હેઠળ અમદાવાદ, બારડોલી અને દાંડીનો પણ કરાયો સમાવેશ
સ્વદેશ દર્શન પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ સહિત વડનગર મોઢેરા અને પાટણને હેરિટેજ પ્રવાસન સર્કિટ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે એટલું જ નહીં આ હેરિટેજ ટુરીઝમ સર્કિટમાં રાજકોટ નો પણ સમાવેશ કરાયો છે સાથોસાથ અમદાવાદ બારડોલી અને દાંડીને પણ આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવ્યું છે. રાજકોટ પણ ભવ્ય વારસો ધરાવે છે કે જ્યાં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો અભ્યાસકાળ પણ રાજકોટમાં થયો હતો અને તેઓ આ ઐતિહાસિક ધરતી ઉપર રોકાણ પણ કર્યું હતું. ત્યારે રાજ્ય સરકારે આ અંગે વિશેષ માહિતી આપી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા હેરિટેજ ટુરીઝમ સર્કિટ તરીકે ઘોષિત થયેલા શહેરોની યાદી પણ બહાર પાડવામાં આવી છે.
વિધાનસભા માં રાજ્ય સરકારે આ અંગે માહિતી આપી છે અને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર પાસેથી વડનગર મોઢેરા અને પાટણને વિકસિત કરવા માટે 2.19 કરોડ રૂપિયાની સહાય પણ કરવામાં આવી છે પરંતુ રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ અંતર્ગત 5.94 કરોડ રૂપિયા નો ખર્ચ કર્યો છે. ટુરીઝમ સર્કિટ વિકસિત થતા ની સાથે જ પ્રવાસન સ્થળ તરીકે આ તમામ શહેરો ઉભરી આવશે અને પ્રવાસીઓનું પ્રમાણ પણ વધશે જે સિદ્ધિ અને આડકતરી રીતે સરકારની આવકમાં વધારો પણ કરશે. રાજકોટમાં પણ ઘણી ઐતિહાસિક સ્થળો આવેલા છે જેમકે કબા ગાંધીનો ડેલો, ગાંધી મ્યુઝિયમ, વોટસન મ્યુઝિયમ ઇતિયાદી.
પ્રવાસન વિકસિત થતાની સાથોસાથ રોજગારીની પણ વિપુલ તકો જોવા મળશે. એટલુંજ નહીં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ પોતાનું એક આગવું અભિગમ દાખવી રહ્યું છે અને ટુરિઝમ સર્કિટ ને વિકસિત બનાવી રહ્યું છે.