રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા થશે પ્રદર્શન: શિક્ષણમંત્રી અને જીલ્લા શિક્ષણાધિકારીને સદબુધ્ધી મળે તે માટે હવન

ઘણા સમયથી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ગરીબ બાળકોના એડમીશનના પ્રશ્ર્ન અંગે આંદોલન ચલાવવામાં આવેલ છે. અને પ્રશ્ર્નોની લડત માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદન અને ઉગ્ર રજુઆત તેમજ તોડફોડ અને તાળાબંધી કરવામાં આવેલી અને બજા આંદોલનના ભાગ‚પે શિક્ષણમંત્રીને જોડાનો હાર મોકલવામાં આવેલ અને ગધેડાના મોરા પેરરીને નવતર વિરોધ કરવામાં આવેલ હતો. ત્યારબાદ પણ પ્રશ્ર્નોનો નિકાલ ન આવતા ગરીબ બાળકોને આર.ટી.ઈ. મુજબ એડમીશન મળી રહે અને ત્રણ કિલોમીટરની શાળાઓ સુધી એડમીશન મળે અને નવુ લીસ્ટ બાર પાડવામાં આવે તેમજ ફ્રી નિર્ધારણના કાયદાનો અમલ કરે અને બાળકોની ફ્રી સરકારશ્રીના ધારા ધોરણો મુજબ લેવામા આવે તે માટે શિક્ષણ મંત્રી અને જીલ્લા શિક્ષણ અધિકારીને ગાંધીચીંધ્યા રાહે આંદોલનના ભાગ ‚પે ધરણા અને એક દિવસના પ્રતિક ઉપવાસ વિધાનસભા ૭૦ કોંગ્રેસ દ્વારા આવતીકાલ મંગલવાર ૨૩-૫ના રોજ ૯.૩૦ વાગ્યાથી સાંજના ૩.૩૦ વાગ્યા સુધી ઉપવાસ પર ઉતરવામાં આવશે અને તેઓને ભગવાન સદબુધ્ધી આપે તે માટે સદબુધ્ધી હવન કરવામા આવશે.

દરેક વાલીઓએ આ કાર્યક્રમમાં જોડાવા માટે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જયુબેલીચોક પાસે આવવા માટે આમંત્રણ આપવામાં આવે છે. દરેક પ્રશ્ર્નોની લેખીત રજુઅત અમોને કરવી અમો તે પ્રશ્ર્નોનો નિકાલ કરવા માટે મદદ કરશું

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ, ધારાસભ્ય તેમજ આગેવાનો હાજર રહેશે.

આ કાર્યક્રમમાં એક દિવસની પ્રતીક ઉપવાસ ઉપર ઈન્દુભા રાઓલ, ગોપાલભાઈ અનડકટ, રણજીત મૂધવા, ભાવેશભાઈ પટેલ, યુનુસભાઈ જુણેજા, રમેશભાઈ તલાટીયા, ગોપાલભાઈ સરસીયા, કિશોરસિંહ જાડેજા ટીકાભાઈ ગોંડલીયા, જીજ્ઞેશભાઈ જોષી, હબીબભાઈ કટારીયા, માણસૂરભાઈ વાળા, રાજુભાઈ દેસાઈ, માણસૂર વાળા, હિતુભા જાડેજા, નૈમીષ પાટડીયા, શૈલેષભાઈ , બળવંતભાઈ છાંટબાર રાજુભાઈ લોઢીયા હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.