જામનગરમાં આરટીઇમાં પ્રવેશમાં ગેરરીતિ, વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાની કાર્યવાહી શરૂ
જામનગર સહિત રાજ્યમાં ગરીબ વર્ગના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1 થી 8 માં ની શુલક શિક્ષણ આપવાની યોજના અંગે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ એકમાં ભણી ગયા હોય છતાં મફત શિક્ષણ મેળવવા બીજીવાર ગેરકાયદેસર પ્રવેશ લીધો હોવાનો અહેવાલ તપાસમાં આવતા ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા આ પ્રવેશ ખોટા લેનારસામે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન જામનગર જિલ્લા પંચાયત હસ્તક શાળોમાં 134 વિદ્યાર્થીઓના ખોટા એડમિશન તાત્કાલિક અસરથી રદ કરી દેવાયા છે. જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી માંથી અંદાજે 45 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેવાની હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં અંદાજે 180 વિદ્યાર્થીઓ એ ફરી પ્રવેશ લઇને નિયમનો ભંગ કર્યો હોય તેવું પણ બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જામનગર જિલ્લામાં આવેલી વિવિધ પ્રાથમિક શાળાઓમાં રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા મંજૂર થયેલા અને પ્રવેશપાત્ર પ્રથમ રાઉન્ડના અંતે 809 વિદ્યાર્થીઓને ધોરણ પહેલામાં પ્રવેશ આપવામાં આવેલ હતો. આ પ્રવેશ મેળવ્યા બાદ ખોટા એડમિશન લીધા હોવાનું પ્રકાશમાં આવતા રાજ્ય શિક્ષણ વિભાગના આદેશનો થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા આ તપાસ કરવામાં આવતા ધોરણ પહેલામાં એડમિશન લઈ ચૂકેલા અને ફરી પાછું એડમિશન લીધું હોવાનું 134 વિદ્યાર્થીઓનું પ્રકરણ બહાર આવ્યું હતું. જેને લઇને આ 134 વિદ્યાર્થીઓના પ્રવેશ રિજેક્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાંથી માહિતી સૂત્રોમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે.આમ પ્રથમ રાઉન્ડના અંતે જે 809 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવેલ હતા તેમાંથી 134 વિદ્યાર્થીઓના એડમિશન રિજેક્ટ કરેલા છે. 92 વિદ્યાર્થીઓનું પ્રવેશ હજુ પેન્ડિંગ છે. જ્યારે 583 વિદ્યાર્થીઓએ પ્રવેશ લેનાર હોય તેમાં પણ તપાસ હાલ ચાલુ છે. અંદાજે 10થી 15 વિદ્યાર્થીઓ આમાંથી પણ મળી આવે તેવી આશાવાદ રહેલ છે .જિલ્લા પ્રાથમિક જિલ્લા અધિકારીની કચેરીમાંથી મળતી માહિતી મુજબ તેમની કચેરી હસ્તક જે શાળાઓમાં એડમિશન લેવામાં આવેલ છે તેમાં ચાઈલ્ડ ટ્રેડિગ સિસ્ટમથી આ તપાસ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાંથી પણ 45 થી 47 વિદ્યાર્થીઓ આ પ્રકારે ખોટા એડમિશન લીધા હોવાનું લીધા હોવાની માહિતી શિક્ષણધિકારીએ માહિતી આપી છે. આમ ખોટા એડમિશન જામનગર જિલ્લામાં લીધા હોવાનું પ્રકાશમાં આવતા જ જિલ્લાનું તંત્ર જોડતું થયું છે અને ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમથી તપાસ હાથ ધરવામાં આવતા જે વિદ્યાર્થીઓએ ધોરણ પહેલાંમાં અભ્યાસ કરી ચૂક્યા હોય તેવા હોય તેઓએ ફરીથી એડમિશન લીધા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.