- 75માં વન મહોત્સવનો પ્રારંભ
- દ્વારકાના ગાંધવી ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે ‘હરસિઘ્ધિ વન’નું લોકાપણ
Dwarka : પ્રકૃતિનું જતન કરનારા સેવાભાવિઓને ‘વન પંડિત પુરસ્કાર’ તેમજ ગ્રામ પંચાયતોને મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના મહાનુભાવોના હસ્તે પુરસ્કારનું વિતરણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે હરસિદ્ધિ માતાના મંદિરેથી “એક પેડ માઁ કે નામ” અભિયાનની સાથે 75મા વન મહોત્સવ- 2024નો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીએ દરિયા કિનારે નિર્મિત રાજ્યના 23મા સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન”નું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના ઉપક્રમે આજે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવીમાં હર્ષદ માતાના મંદિરના સાનિધ્યમાં 75મા વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે “માતૃવન”ના નિર્માણ અર્થે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું હતું કે,
“હરસિઘ્ધિ વન” દ્વારકા સોમનાથ યાત્રાધામો વચ્ચેનું બેસ્ટ ફરવા લાયક સ્થળ બનશે.
નવનિર્મિત હરસિઘ્ધિ વન યાત્રાધામ દ્વારકાથી સોમનાથ જયોતિર્લિગ જતાં પ્રવાસીઓને પ્રવાસ દરમ્યાનનું બેસ્ટ ટુરીસ્ટ ડેસ્ટીનેશન સાબિત થશે. હરસિઘ્ધિ વનમાં મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં મુખ્ય પ્રવેશ દ્વાર, પ્રવેશ પિરસર, હરસિઘ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રીકૃષ્ણ ઉપવન, શ્રીકૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં મુખ્ય વન તર્રીકે સ્વાગત વાટિકા, આયુષ્વન, વન ક્વચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટિકા, પવિત્ર ઉપવન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટર વાટિકા વગેરે જેવા વનોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બાલવાટિકા, સેફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન, ગઝેબો, સનસેટ પોઇન્ટ વિગેરે સ્થળો પ્રવાસીઓને આકર્ષિત કરશે. પર્યટકોની સુગમતાને ધ્યાને લઇ પાર્કિંગ એરીયા, ટોઇલેટ અને પીવાના પાણીની સુવિધા, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં સ્થાનીય પ્રજાતિઓના વૃક્ષો જેવા કે વડ, પીપળો, પ્રાગ વડ, દરીયા કાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ, પીલુ, નાળિયેર, બદામ, અરણી વગેરે વક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 41619 રોપાઓનું વાવેતર કરાયું છે.