૧૦૪ આવાસોના કામ પૂર્ણ અને ૭૭ કામો પ્રગતિ હેઠળ
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારજનોને પ્રાથમિક જરૂરીયાતો સોનું સુવિધાસજ્જ પાકું ઘર મળે તેવા માનવતાસભર ઉદ્દેશ્ય સો વર્ષ ૨૦૧૬-૧૭થી પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના કી દરેક લાર્ભાથીને ૧.૨૦ લાખની સહાય ચુકવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ દરમિયાન કુલ ૧૮૧ આવાસના લક્ષ્યાંક સો લાર્ભાીઓ માટે . ૨.૧૭કરોડની સહાય ફાળવવામાં આવી હતી. જે પૈકી ૧૦૪ લાર્ભાથીઓના આવાસની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને ૭૭ આવાસની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડીસ્ટ્રીક કો-ઓર્ડીનેટર ઋષિત અગ્રવાલની યાદીમાં જણાવાયું છે.
છુટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા અને થાણાગાલોળમાં રહેતા લાર્ભાથી મહેશભાઈ પરમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધા પહેલાની પરિસ્થીતી અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, “પિતાના વારસામાં મળેલ ઘુળ અને ઈંટોથી બનેલા કાચા મકાનમાં વસાવટ કરતો હતો. ચોમાસાની ઋતુમાં તો મકાનમાં પાણી ભરાઈ જતું. વાવાઝોડા જેવી પરિસ્િિતમાં ઘર મુકીને ોડા સમય માટે ભાડે રેવા જવાની નોબત પણ જીવનમાં આવી છે. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે જાણ તા આ યોજનાનો લાભ મેળવીને આજે પાકા મકાનમાં પરિવાર સો કોઈ ચિંતા વિના રહી શકું છું. સરકારનો આભાર માનું છું કે તેમની આ યોજનાને લીધે અમારા જેવા અનેક પરિવારોને પાકા મકાનનો લાભ મળ્યો છે.”