ત્રણથી વધુ ઇ-મેમાં નહિ ભરનારના વાહનો ડીટેઇન કરાશે: દંડમાં રાહત માટે લોક દરબારમાં જવું પડશે
પાંચ મહિનામાં 417 હેવી વાહનો સામે કાર્યવાહી: રૂ.5.52 લાખનો દંડ વસુલયો
રાજકોટમાં ઇ – મેમોને લઈ ડીસીપી પૂજા યાદવ દ્વારા ફરી વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં વન નેશન, વન ચલણ અંતર્ગત ત્રણ હેડ હેઠળ ઇ – મેમો આપવાનું ફરી શરૂ કરવામાં આવવાનું છે.એટલે કે હાઈ-વે ઉપર હેલમેટ નહી પહેરનાર, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર અને ટ્રાફિક સીગ્નલનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ આપવામાં આવશે.આ ઊપરાંત ત્રણ કે તેથી વધુ ઇ મેમો નહિ ભરનારના હવે વાહનો ડીટેઈન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને બાકી રહેલા ઈમેમોમાં રાહત માટે વાહન ચાલકોને લોક દરબારમાં જવું પડશે. જ્યારે વાહનોને ડીટેઇન કરવાની કામગીરી આ મંગળવારથી જ શરૂ કરી દેવામાં આવવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો અનુસાર ડીસેમ્બર-2021 થી મે-2022 સુધી જે વાહન ચાલકોએ ત્રણ કે તેથી વધુ ઈ-મેમા ન ભર્યા હોય તેઓ ટ્રાફિક બ્રાન્ચની ઓફિસે દંડની રકમ ભરી શકશે. જો આવા વાહન ચાલકોને દંડની રકમમાં ક્ધસેશન જોઈતુ હોય તો લોક અદાલતમાં હાજર રહેવું પડશે.જે લોક અદાલત આગામી તા.11 ફેબ્રુઆરીએ યોજાશે. પાંચ કે તેથી વધુ ઈ-મેમાના દંડની રકમ નહી ભરનાર ચાલકોના વાહનો ડીટેઈન કરવા માટે ટ્રાફિક પોલીસે કોર્ટ પાસેથી પરવાનગી માંગી છે. જે મળ્યે સંભવત: આગામી મંગળવારથી ટ્રાફિક બ્રાન્ચ વાહનો ડીટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવવાની છે.
જ્યારે દેશમાં વન નેશન, વન ચલણ લાગુ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ગઈ તા.16મી જાન્યુઆરીથી કાર્યવાહી કરૂ કરવામાં આવી છે. હાલ માત્ર ત્રણ હેડ હેઠળ ઈ-મેમા આપવામાં આવી રહ્યા છે. જેમાં હાઈ-વે ઉપર હેલમેટ નહી પહેરનાર, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર અને ટ્રાફિક સીગ્નલનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડવામાં આવી રહ્યા છે.ટ્રાફિક સીગ્નલના ભંગનો સવાલ છે ત્યાં સુધી તે કેસો મુખ્યત્વે ત્રિકોણબાગ, ઢેબર રોડ અને ઈન્દીરા સર્કલ ટ્રાફિક પોઈન્ટ પરથી પસાર થતા વાહન ચાલકો 1 સામે કરવામાં આવી રહ્યા છે. આવા વાહન ચાલકોને હાલમાં ઈ-મેમાં મોકલવામાં આવી રહ્યા છે. વન નેશન વન ચલણ હેઠળ આગામી દીવસોમાં ટ્રાફિકના નિયમોના ભંગના તમામ હેડ આવરી લેવાશે.
માસ | વાહનોની સંખ્યા | દંડ |
ઓગષ્ટ-2022 | 50 | 58,000 |
સપ્ટેબર-2022 | 20 | 22,500 |
ઓક્ટોબર-2022 | 42 | 67,500 |
નવેમ્બર-2022 | 151 | 2,18,200 |
ડિસેમ્બર-2022 | 154 | 1,86,000 |
કુલ | 417 | 5,52,200 |