મિશન ખાખી અંતર્ગત ગુજરાત પોલીસ બેડા માટે કચ્છની દિકરીઓને તૈયાર કરાશે. જેમાં 431 મહિલાઓની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આંખોમાં જુસ્સોને હૈયામાં હામ હોય અને હોય ખાખીનો પોશાક તો કોઇપણ મહિલા એક આગવી પ્રતિભાથી દીપી ઉઠતી હોય છે. ખાખી પહેરીને દેશ અને સમાજ સેવા કરવા ઈચ્છતી કચ્છની દરેક દિકરીઓ માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને પશ્ચિમ કચ્છ પોલીસ પીઠબળ બનશે. ગુજરાત પોલીસ દળમાં ભરતીની તૈયારી કરનાર કચ્છની દિકરીઓને પોલીસ બેડા માટે તૈયાર કરશે મિશન ખાખી !! જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક નવતર અભિગમથી પશ્ચિમ કચ્છ પોલીસના સહયોગથી મિશન ખાખી તૈયાર કરશે ભવિષ્યની મહિલા પોલીસ વીંગને..! ગુજરાત પોલીસ દળ દ્વારા પોલીસ સબ ઈન્સપેકટર, ઈંટેલીજન્સ ઓફિસર, મદદનીશ સબ ઇન્સ્પેક્ટરની (હથિયારી-બિન હથિયારી) જાહેરાત હાલમાં પ્રસિદ્ધ થયેલ છે. ઉક્ત જાહેરાતમાં 431 જેટલી મહિલાઓની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જાહેરાત અન્વયે તૈયારી કરતી કચ્છ જિલ્લાની દીકરીઓ માટે બેટી બચાઓ બેટી પઢાઓ અન્વયે માન. પોલીસ અધિક્ષક સૌરભસિંઘ (ઈંઙજ), પશ્ચિમ-કચ્છની અધ્યક્ષતાએ ખશતતશજ્ઞક્ષ ઊંવફસવયય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ઉક્ત જાહેરાત સંદર્ભે તૈયારી કરી રહેલ અને સ્નાતક થયેલ દીકરીઓને શારીરિક કસોટી તેમજ લેખિત કસોટી અર્થે સચોટ માર્ગદર્શન પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ તરફથી આપવામાં આવશે. બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનએ સમાજમાં પ્રસરતા મહિલાઓ પ્રત્યેના ભેદભાવોને દુર કરવા અર્થેનો એક જાગૃતીકરણનો અભિયાન છે. મહિલાઓ/દીકરીઓ પગભર થાય તેમજ દરેક ક્ષેત્રમાં નામના મેળવે અને દેશના વિકાસમાં તેમનો સમાંતર યોગદાન મળી રહે તે અર્થે સરકાર દ્વારા પણ તેમને વિવિધ તકો પૂરી પાડવામાં આવી રહી છે.