આ એક વર્ષના સમય ગાળામાં મનરેગા હેઠળ 6158 લોકોને રોજગારી મળશે
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લોકોને રોજગારી મળતી રહે તે વાતને ધ્યાને લઇ વિવિધ યોજનાઓની અમલવારી કરતી હોય છે ત્યારે મનરેગા યોજના કે જે ખરા અર્થમાં લોકોને રોજગારી પૂરી પાડવામાં એક ઉત્તમ કેમ તરીકે સાબિત થઇ છે તેમાં ચાલુ વર્ષે એટલે કે 2022-23માં સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં 2419 કામોનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. એટલું જ નહીં 6 હજારથી વધુની રોજગારી પણ લોકોને મળશે એ અંગે પણ સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવેલું છે. જે સમયે વર્ષાઋતુનો પ્રારંભ થતો હોય ત્યારથી જ મનરેગા યોજનાની અમલવારી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવતી હોય છે અને વિવિધ કામો ના નેજા હેઠળ લોકોને રોજગારી મળતી હોય છે.
આ તકે ચાલુ વર્ષે મનરેગા હેઠળ જે કામગીરી હાથ ધરાશે તેમાં આંગણવાડીના કામો, વનીકરણના કામો, જમીન સુધારણા, તળાવ ઊંડા કરવા, રસ્તાના કામો, કેટલ શેડ અને બંધ પાળાના કામો હાથ ધરાશે. જેમાં કામો તળાવ ઉંડા કરવા માટે નિર્ધારીત કરવામાં આવેલા છે જે કામો ધોરાજી, જામકંડોરણા, કોટડા-સાંગાણી, પડધરી અને ઉપલેટા ગામ નો સમાવેશ થાય છે. આ વર્ષ માટે કામદારો માટે નો જે ખર્ચ નિર્ધારિત કરવામાં આવ્યો છે તે 14.10 કરોડ જ્યારે મટીરીયલ કોસ્ટ 6.43 કરોડ નિર્ધારિત થયો છે. રાજકોટ જિલ્લા હેઠળ આવતા 594 ગામો પૈકી હાલ 278 ગામોમાં 442 જેટલા કામો યથાવત રીતે ચાલુ કરાય છે જેમાં 5805 કામદારોને રોજગારી અપાઈ છે.
સરકારે એ વાત ઉપર પણ ભરોસો રાખતાં જણાવ્યું છે કે જે લોકો રોજગારી મેળવવામાં બાકી રહી ગયા છે તેમને પણ રોજગારી પૂરી પાડવામાં આવશે. હાલ રાજકોટ અને જામકંડોરણામાં 70 થી વધુ ગામો એક્સાથે ચાલી રહ્યા છે અને વાત કરવામાં આવે તો ગોંડલ અને જસદણ માં એક હજારથી વધુ કામદારો મનરેગા યોજના હેઠળ સરકારની ટીમ નો લાભ લઇ રહ્યા છે ને જે વિવિધ કામો નિર્ધારિત કરવામાં આવ્યા છે તેને ઝડપથી પૂર્ણ કરવા માટે પણ તેમના દ્વારા નિર્ધાર કરાયો છે.
મનરેગા યોજના હેઠળ છેલ્લા ઘણા સમયથી જે કામો નિર્ધારિત કરવામાં આવેલા હોય તેમાં ઘણા સારાં કામો પૂર્ણ થઈ ચૂકયા નથી ક્યાંક ને ક્યાંક કોરોના ની પરિસ્થિતિ અને લોકડાઉનની સ્થિતિ અને લય ઘણા ગામો અધવચ્ચે જ છોડી દેવાયા હતા પરંતુ હાલ સ્થિતિમાં સુધારો આવતા જે બેકલોગ ઉભો થયો છે તે કામ પણ ઝડપે પૂર્ણ કરાશે તે દિશામાં હાલ કામગીરી હાથ ધરાઇ છે.
સ્થાનિક સ્તરે પણ ગામડાના લોકો કામને ઝડપ એ પૂર્ણ કરવા માટે આગળ આવી રહ્યા છે અને મનરેગામાં જે લોકોને રોજગારી મળી છે તેને પણ તેઓ સહભાગી બની કાર્ય કરે છે. એટલુંજ નહીં વર્ષ 2022-23 માટે ખુલ 59 કામો શરૂ કરાયા છે જે પૈકી માત્ર એક જ કામ પૂર્ણ થયુ છે.