ભારત દર્શન કરાવતી આ ટ્રેનોમાં નાસ્તો, બપોરનું અને રાત્રિનું ભોજન તેમજ માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે
ભારત સરકારની પહેલ ‘લોકલ ફોર વોકલ’ અને રેલવે મંત્રાલયના સહયોગથી ફરી એકવાર મુસાફરોની ભારે માંગને ઘ્યાનમાં રાખીને, ભારતીય રેલવે કેટરીંગ અને ટુરિઝમ કોર્પોરેશન (IRCTC), રિજિનલ ઓફીસ અમદાવાદ ઓફીસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટુરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ કરવામાં આવી છે. IRCTC રાજકોટ વિસ્તારના ક્ષેત્ર અધિકારી નિશાદ મુલ્લા અને અમદાવાદ રીજીનલ ઓફીસર સીનીયર સુપરવાઇઝર અમિત ઉ૫ાઘ્યાયે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે IRCTC ફેબ્રુઆરી ૨૦૨૧માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧માં બે ભારત દર્શન ટ્રેનો ચલાવે છે. આ તમામ ટ્રેનો રાજકોટથી શરુ થશે. અને રાજકોટ પરત આવશે. આ યાત્રા બહુ જ કિફાયતી ટિકીટમાં ઉપલબ્ધ છે. જેમાં ટ્રેન મુસાફરી, ભોજાન, (નાસ્તો બપોરના ભોજન અને રાત્રિ ભોજન) માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ અને ટુર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા સફાઇ કામદારોની સુરક્ષા અને અનાઉન્સમેનટની સુવિધા ઉપલબ્ધ રહેશે. www.irctc tourism.com પર તેની માહીતી અને ટીકીટ ઓનલાઇન બુકિંગ સુવિધા ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફીસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશે.
અમિત ઉ૫ાઘ્યાયે એમ પણ કહ્યું હતું કે ઉપરોકત બધી ટ્રેનોમાં કોવિડ રોગચાળાને ઘ્યાનમાં રાખીને, મુસાફરી શરુ કરતા પહેલા તમામ મુસાફરોને મુસાફરોની સલામતી માટે થર્મલ સ્કિનીંગ કરવામાં આવશે. મુસાફરોને કોરોના સુરક્ષાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઇઝ કરવામાં આવશે જો કોઇ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
મુસાફરોના બજેટને ઘ્યાનમાં રાખીને રાહત દરે IRCTC ફેબ્રુઆરી ૨૦૨૧ અને માર્ચ ૨૦૨૧ માં ચાર ટ્રેન દોડશે.
વિશ્ર્વવ્યાપી કોવિડ-૧૯ સમસ્યાને ઘ્યાનમાં રાખીને બધા કોવિડ સલામતીના પગલા IRCTC દ્વારા અપનાવવામાં આવશે. મુસાફરોને સુખદ ધાર્મિક યાત્રા કરાવામાં આવશે.
બેંગલુરૂથી રવાના થનાર ‘ગોલ્ડન ચેરિઓટ’માં મળશે ‘ગોલ્ડન’ સુવિધા
આઈઆરસીટીસી રાજકોટ વિસ્તારના ક્ષેત્ર અધિકારી નિશાન મુલ્લા અને અમદાવાદ રીજીનલ ઓફિસના સિનિયર સુપરવાઈઝર અમિત ઉપાધ્યાયે જણાવ્યું કે આઈઆરસીટીસી બેંગ્લોરથી વિશેષ ટ્રેન ગોલ્ડન ચેરીઓટ (લકઝરી ટ્રેન) જાન્યુઆરી તથા ફેબ્રુઆરી ૨૦૨૧માં બેંગ્લોરથી રવાના કરવામાં આવશે. આ ગોલ્ડપ ચેરીઓટ ટ્રેન પાંચ સીતારા સુવિધા વાળી ટ્રેન છે અને કર્ણાટકના દર્શનીય સ્થળોની યાત્રા કરાવશે. આમાં રહેવા, જમવા અને ફરવાની બધી વ્યવસ્થા સામેલ છે. વધુ માહિતી માટે અમદાવાદ ઓફીસ પર સંપર્ક કરવા અથવા ઠઠઠ.શભિભિંીશિતળ.ભજ્ઞળ પર લોગ ઈન કરીને માહિતી છે. આઈઆરસીટીસી દ્વારા મુસાફરો માટે બેંગ્લોરથી વિશેષ બે ટ્રેન ગોલ્ડન ચેરીઓટ જાન્યુઆરી તથા ફેબ્રુઆરી ૨૦૨૧માં શરૂ કરવામાં આવશે.