શાળા સલામતી સપ્તાહ -૨૦૧૮ “સાવચેતી એ જ સલામતી”
ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીનીઓને કુદરતી તેમજ માનવસર્જીત આપત્તી સમયે લેવાના સાવચેતીનાં પગલાં વિશે માહિતગાર કરાયા.
શાળા સલામતી સપ્તાહ -૨૦૧૮ અંતર્ગત જામનગરની સજુબા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમદ્વારા કુદરતી તેમજમાનવસર્જીત આપત્તી સમયે સાવચેતીના પગલાં લેવા વિશે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવા સબંધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોકડ્રીલ અને કુદરતી આપત્તી સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઉપયોગમાં લેવાતા અલગ અલગ મશીનરીઓનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ હતુ. વિદ્યાર્થીનીઓને કુદરતી આપત્તી સમયે શું કરવુ? અને શું ન કરવુ? તે બાબતે એન.ડી.આર.એફ.ના ઇન્સ્પેકટરશ્રી રાજેશ મીણાએ વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યુ હતુ.
આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીનીઓને લાઇવ ડેમો યોજી ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી વિશે જાગૃતિ આપી, આપત્તી સમયે નાગરીકોને કઇ રીતે ઉગારવા તેની મોકડ્રીલ યોજાઇ હતી.
આ કાર્યક્રમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના શ્રી યશવંતસિંહ પરમાર, શાળાના આચાર્યશ્રી મધુબેન ભટ્ટ, શ્રી વાઘભાઇ, શ્રી ઘેટીયાભાઇતેમજ મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.