કપરાકાળમાં પણ જાહેર ખબર ઉદ્યોગ ધમધમી રહ્યું છે. જે રીતે કટોકટીના સમયમાં તમામ ઉદ્યોગ ધંધાને વતા ઓછા અંશે નકરાત્મક અસરનો સામનો કરવો પડ્યો છે ત્યારે ફરીવાર ઉદ્યોગકારો પુરપાટ ઝડપે દોડવા અને બજાર કબ્જે કરવા જાહેરખબર તરફ વળી રહ્યા છે તેવા સમયે ચાલુ વર્ષે ભારતીય જાહેરખબર ઉદ્યોગમાં ૨૦%નો વધારો નોંધાઇ તેવી પ્રબળ શક્યતા છે.
આઉટડોર પબ્લિસિટીમાં ૧૯%, ટી.વી. એડમાં ૯.૩% જ્યારે ડિજિટલ મીડિયા જાહેરખબરમાં ૨૬%ના ઉછાળાની પ્રબળ શકયતા
હાલ લોકો મોટાભાગે ડિજિટલ મીડિયા તરફ આકર્ષાઈ રહ્યા છે. ત્યારે જાહેરખબરમાં મોટાભાગે લોકો ડિજિટલ મીડિયા જાહેરાતનો આગ્રહ રાખતા હોય છે ત્યારે ડિજિટલ મીડિયાની આગેવાનીમાં જાહેરખબર ઉદ્યોગમાં ૨૦%નો વધારો નોંધાઇ શકે છે તેવું ગ્રુપ એમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ગ્રુપ એમ એજન્સીના મત મુજબ ભારતીય બજારમાં જાહેરખબર ઉદ્યોગમાં ભારે વધારા સાથે વૈશ્વિક જાહેરખબર ઉદ્યોગમાં પણ વધારો નોંધાશે અને વર્ષ ૨૦૨૦માં જાહેરખબર ઉદ્યોગનું વૈશ્વિક ટર્ન ઓવર ૬૪૧ બિલિયન ડોલર હતું જે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૧ ટ્રીલીયન ડોલરને આંબી જશે.
ભારતમાં જાહેરખબર ઉદ્યોગમાં ૨૦%નો વધારો આ વર્ષે નોંધાઇ તેવી શકયતા છે ત્યારે ચાઈના, યુ.કે. અને બ્રાઝિલનો જાહેરખબર ઉદ્યોગ પણ ભારતની સાથોસાથ રહે તેવી સંભાવના છે.
તમામ જાહેરખબરના માધ્યમો પૈકી સૌથી વધુ ૨૬%નો વધારો ડિજિટલ મીડિયાની જાહેરખબરમાં થાય તેવી શકયતા છે. ઉપરાંત આઉટડોર જાહેરાતમાં ૧૯% અને ટેલિવિઝન જાહેરખબરમાં ૯.૩%ના વધારાની સંભાવના છે.