‘ભણતરને લઇ ભાવિ પેઢીનું ભવિષ્ય અંધકારમય’?
કોરોના પછીનું ભણતર કેવું હશે?, કેવી રીતે અ્ભ્યાસ કરાવાશે? સમગ્ર વિશ્ર્વ ચિંતીત
જી અને નીટની પરીક્ષા મુલત્વી રાખવા હોબાળો મચાવનારે વિદ્યાર્થીનું હિત, વાલીઓની અપેક્ષા અને સુપ્રીમ કોર્ટના આદેશ ધ્યાને લેવા જરૂરી
લાંબા સમયથી અભ્યાસથી દુર થયેલા વિદ્યાર્થીઓ દિશાહીન બને તેવી દહેશત
કોરોના મહામારી આગળ વધતી અટકાવવા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે શાળા-કોલેજના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ સમગ્ર વિશ્ર્વની ભાવી પેઢીના ભણતરને ગંભીર અસર સાથે અંધકારમય બની જાય તેવી દહેશત વ્યક્ત થઇ રહી છે. લાંબા સમયથી અભ્યાસથી દુર રહેલા વિદ્યાર્થીઓને કોરોના પછી કંઇ રીતે અભ્યાસ કરાવવામાં આવશે તેવી સમગ્ર વિશ્ર્વ ચિંતિત બન્યું છે. વિદ્યાર્થીનું એક વર્ષ નહી પણ ભવિષ્યની ઉજવળ કારર્કિદીના દરવાજા બંધ થાય તેવી સ્થિતી સર્જાય છે ત્યારે વિદ્યાર્થી માટે જી અને નીટ મહત્વની ગણાતી પરીક્ષા મુલ્તવી રાખવાની માગ સાથે મેદાને આવેલા રાજકીય પક્ષો રીતસર વિદ્યાર્થીના ભાવી હિત, વાલીઓની અપેક્ષા અને સુપ્રીમ કોર્ટના આદેશ ધ્યાને લેવા જરૂરી બન્યા છે.
વિદ્યાર્થીઓના સ્વાસ્થયની સાથે ભવિષ્યની પણ ચિંતા કરવી જરૂરી બની છે ત્યારે લાંબા સમય સુધી શાળા અને કોલેજથી દુર રહેલા વિદ્યાર્થીઓને ફરી કંઇ રીતે અભ્યાસ કરાવવામાં આવશે તે અંગે સમગ્ર વિશ્ર્વ ચિંતામાં છે ત્યારે વિશ્ર્વના કેટલાક દેશોએ વિદ્યાર્થીઓના સ્વાસ્થય જળવાય રહે તે રીતે સોશ્યલ ડીસ્ટન્સ સાથે અભ્યાસ શરૂ કરી દીધા છે. વિદ્યાર્થી માટે જી અને નીટની પરીક્ષા અતિ મહત્વની હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાને લઇ બંને પરીક્ષા યોજવા મંજુરી આપી છે. ત્યારે બીન ભાજપના સાત રાજયના મુખ્ય મંત્રી દ્વારા જી અને નીટની પરીક્ષા મુલત્વી રાખવાની માગ સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી કરી છે. વિદ્યાર્થીના હિત, વાલીઓની અપેક્ષા અને સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાને લેવા જરૂરી બન્યા છે.
દેશમાં શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવા શિક્ષણ નિતીમાં આમુલ પરિવર્તન કરવામાં આવ્યું છે. નવી શિક્ષણ નિતી બાદ સૌ પ્રથમ વખત જી અને નીટની પરીક્ષાના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી પોખરીવાલ શિક્ષા અંગે સંવાદ કરવાના છે. વિદ્યાર્થીના ભાવી અંગે મહત્વનું બની રહેશે તેમ માનવામાં આવે છે.
જીની પરીક્ષામાં ૮.૫૮ લાખ વિદ્યાર્થીઓ ૬૬૦ કેન્દ્ર પર પરીક્ષા આપવાના છે. જયારે નીટની પરીક્ષા ૩,૮૪૨ કેન્દ્ર પર ૧૫.૯૭ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેઓ પરીક્ષા આપવા ઉચ્છુક છે અને તેમનો કોઇ વિરોધ જોવા મળ્યો નથી ત્યારે પરીક્ષાનો વિરોધ કરનાર ખરેખર તેના હિતેચ્છુ છે કે તેમના ભાવી સાથે ચેડા કરી રહ્યા છે તે પારખવાનો સમય પાકી ગયો છે.
પરીક્ષા યોજવા માટે શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની છુટ આપવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓના સ્વસ્થયનું રક્ષણ કરવું મહત્વનો મુદો છે. ત્યારે શૈક્ષણિક વિશ્ર્વનીયતા, વ્યાજબી અને સમાન કારર્કીદીની તકો તેમજ વૈશ્ર્વક સ્તરે વિદ્યાર્થીઓના ભાવી પ્રગતિની ખાતરી કરવી પણ નિર્ણાયક બની રહે છે. ૨૦૯ યુનિર્વસિટીઓ પરીક્ષા પુર્ણ કરવામાં આવી છે. અને ૪૦૦ યુનિર્વસિટીઓ પરીક્ષા માટે આયોજન કરી રહી છે.
વિદ્યાર્થીઓના ભાવી અંગે કોર્ટમાં થયેલી એક અરજીની સુનાવણીમાં વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ પ્રકારના શિક્ષણથી વંચિત રહેતા હોવાથી વિદ્યાર્થીઓ વચ્ચે અસમાનતા અંગેની દહેશત વ્યકત થઇ છે.
લાંબા સમયથી શિક્ષણથી દુર રહેલા વિદ્યાર્થીઓ માટે ફરી અભ્યાસ શરૂ કરવો પણ કઠીન ગણવામાં આવે છે. વિદ્યાર્થી એક પિરિયડ ચુકે ત્યારે તેઓ ગણુ ગુમાવ્યુ ગણવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ આખુ વર્ષ બગતા તેનું ભવિષ્ય બગડી ગયા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.
૧૧મીથી જેઇઇ એડવાન્સ માટે નોંધણીનો પ્રારંભ
કોમ્પ્યુટર આધારિત જેઈઈ (એડવાન્સ)ની પરીક્ષાનું રજીસ્ટ્રેશન (નોંધણી) ૧૧.૦.૨૦૨૦ થી શરૂ કરવામાં આવશે નવા કાર્યક્રમ અને આયોજન અંતર્ગત નોંધણીની સમાપ્તીનો સમય ડેડલાઈન ૧૬ સપ્ટે. ૫વાગ્યે અને અરજી કરવાની છેલ્લી તા.૧૭ સપ્ટે. ૫ વાગ્યા સુધી કરવામં આવી છે. પરિક્ષાનું આયોજન અને ગોઠવણ સપ્ટે. ૨૭-૨૦૨૦ના દિવસ જેઈઈ ઝોનના મેરીટ લિસ્ટના ૨.૫ લાખ વિદ્યાર્થીઓ સાથે અન્ય લાયકાતના ધોરણો અને પાત્રતા ધરાયતા ઉમેદવારોના ૨૩ આઈઆ,ટી અને કેન્દ્રીય ગ્રાન્ટેડ સંસ્થાઓ જેવી કે આઈઆઈએસએલ અને આઈઆઈએસઈઆરએસ જેવી સંસ્થાઓમાં આમાં પ્રવેશ માટે આ પરિક્ષાઓનું આયોજન થતું હોય છે.