ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ સૌરાષ્ટ્રમાં આકાર લેનાર ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ ના પ્રચાર અભિયાન અને ખાતમુર્હુત અંગે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં પૂ. વ્રજરાજકુમારજી મહોદયની મીટીંગોનો દોર શરૂ
વર્તમાન માનવ સમાજમાં દિવ્ય જીવનની ઠોસ પરિકલ્પના સાથે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પ્રણેતા જગતગુરુ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની 18મી પેઢીના વંશ જ પૂ.પા.ગો. 108 શ્રી વ્રજરાજકુમાર મહાોદયશ્રી, તેમના દ્વારા સ્થાપિત વિવાયઓ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, વૈશ્ર્વિક વૈષ્ણવ સંસ્થાના આધુનિક અને મજબૂત નેટવર્કથી વર્તમાન માનવ સમાજમાં સમભાવ અને સર્જનાત્મક જાગૃતિનો ઉદય થાય એ માટે ભારત સહિત વિશ્ર્વના દેશોમાં ધર્મની પરિભાષાની નૂતન પુષ્ટિ વિચારધારા સાથે ક્રાંતિકારી વૈચારિક અભિયાન ચલાવી રહ્યા છે. આ દિશામાં પૂ. વ્રજરાજકુમારજી સ્થાપિત વિવાયઓ ના દેશ-વિદેશના કેન્દ્રોમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યોના માઘ્યમથી માનવ માત્રમાં જાગૃતિ લાવવાના સનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યો છે. વલ્લભ યુથ આર્ગેનાઇઝનેશનના ભારતમાં 5 થી વધુ કેન્દ્રો છે અને વિદેશના વિવિધ દેશોમાં 3પ થી વધુ કેન્દ્રો કાર્યરત છે, જેમાં 6 થી 16 વર્ષના ઉગતી પેઢીના બાળકોન શૈક્ષણીક, સાંસ્કૃતિક અને આઘ્યાત્મીક વિષયોનું પાયાનું જ્ઞાન આપવાના વર્ગો ચાલે છે અને યુવા પેઢીને સકારાત્મકતા તથા આનંદથી ભરપુર જીવનશૈલી તરફ પ્રેરિત કરવાના અવનવાં પ્રકલ્પો કાર્યરત છે.
ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ સૌરાષ્ટ્રના મઘ્ય ભાગે રાજકોટ જીલ્લાના ગોંડલ પાસેના ચોરડી ગામે વિશાલ ક્ષેત્રફળ વાળી જગ્યામાં વિવાયઓ ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ આકાર લઇ રહ્યું છે. સૌરાષ્ટ્રની પાવન ભૂમિ ઉપર આ ઐતિહાસિક અને દિવ્ય સંસ્કારધામ પુ. વ્રજરાજ બાવાશ્રીની દિવ્ય પરિકલ્પનાઓનો અવિનાશી તેજપૂંજ બની રહેશે. આ અમુલખ ધામ પુષ્ટિ માર્ગના પ00 વર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમ વાર સૌરાષ્ટ્રના આંગણે નિર્માણધિન છે. માનવીય દિવ્ય ઉર્જાને જાગૃત કરનાર આ સંકુલ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું સૌથી મોટું અને ભવ્ય હશે, જેમાં ગુરુકુલ, શાળા-કોલેજ, વિશાળ અતિથિ ભવન, 84 કોસ વ્રજ દર્શન, ગીરીરાજજીનું વિશાળ મંદિર, શ્રી મહાપ્રભુજીની 84 બેઠકજી, વૈષ્ણવો માટે સાધના આશ્રમ, બાળકો માટે રમત ગમત પ્રાંગણ વગેરેનું નિર્માણ થશે.
વિવિધ સંકૂલોના ખાતમુર્હુત અને અભિયાન અંતર્ગત પૂ. વ્રજરાજકુમારજીએ રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અન્ય મોટા શહેરોમાં મીટીંગોનો દોર શરુ કર્યો છે. રાજકોટમાં આજે મંગળ-બુધવાર તા. 19 જુલાઇના રોજ રાત્રે 9 થી 11.30 બાલાજી હોલ પાસેની ધોળકીયા સ્કુલના પ્રાર્થના હોલમાં કાલે બુધવારે સાંજે 4 થી 7 સરદારનગર સોસાયટી 1પ0 ફુટ રીંગ રોડ, ઓમનગર બસ સ્ટોપ પાસેત તથા રાત્રે 8 થી 11 રૈયારોડ પ્રમુખસ્વામી ઓડીટોરિયમ ખાતે તથા શનિવાર તા. ર3 જુલાઇના રોજ સાંજે 4 થી 7 ભકિતધામ મંદિર, પંચવટી સોસાયટી ખાતે તથા રવિવાર તા. ર4 જુલાઇના રોજ રાત્રે 8 થી 11 પેડક રોડ ઉપરના અટલ બિહારી ઓડીટોરિયમ ખાતે મીટીંગો યોજાશે.
પૂ. વ્રજરાજકુમારજીના આ અભિયાનમાં વિવાયઓ ની મુખ્ય કમીટીના રાકેશભાઇ દેસાઇ, મિતુલબેન ધોળકીયા, જયોતિબેન ટીલવા, પાર્થ કનેરીયા, અતુલભાઇ, પલ્લવીબેન દેલવાડીયા, રવિભાઇ મહાતી, હસમુખભાઇ રાણપરા, રક્ષાબેન ડોબરીયા, મયંકભાઇ ઉદેશી, ચેરીતભાઇ કોટડીયા, અંજનબેન કણસાગરા, રાજભાઇ કકકડ, ગોપીભાઇ પટેલ, વર્ષાબેન કકકડ, પ્રશાંત ગાંગડીયા, વિજયભા સેજલીયા, ધર્મિષ્ઠાબેન સવસાણી, સાગરભાઇ દતાણી વગેરે સમય કાઢીને દિવસ-રાત સહયોગ આપી રહ્યા છે.