ભારતે શ્રીલંકાને ૨-૦થી હરાવ્યું
ભારતીય અંડર ૧૯ ક્રિકેટ ટીમે શ્રીલંકા અંડર ૧૯ ટીમને બીજી યૂથ ટેસ્ટમા ઈનિંગ અને ૧૮૭ રને પરાજય આપી બે ટેસ્ટ મેચની સીરીઝ ૨-૦થી જીતી લીધી હતી શ્રીલંકન ટીમે ફોલોઅન બાદ બીજા દાવમાં ઉતરતા શુક્રવારે સવારે ત્રણ વિકેટે ૧૮૭ રનથી આગળ બેટીંગ શરૂ કરી હતી પરંતુ સમગ્ર ટીમ ૧૫૦ રનમાં ઓલ આઉઠ થઈ ગઈ હતી. સિધ્ધાર્થ દેસાઈ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો તેણે ૪૦ રન આપી ચાર વિકેટ ઝડપી હતી જયારે યતીન મંગવાની અને આયુસ બડોનીએ ૨-૨ તેમજ અર્જુન તેંડુલકર અને મોહિત ભંગડાએ ૧-૧ વિકેટ ઝડપી હતી.
આ પહેલા ભારતીય ટીમે પવન શાહના ૨૮૨ અને અથર્વ તાપડેના ૧૭૭ રનની મદદથી આઠ વિકેટે ૬૧૩ રન બનાવી પોતાનો દાવ ડિકલેર કર્યો હતો.
તેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૩૧૬ રન બનાવી શકી હતી બીજી ઈનિંગમાં પણ ભારતીય સ્પિનરો સામે તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા. તેના માત્ર ત્રણ ખેલાડીઓ ૨૦ રન બનાવી શકયા હતા ભારતે પ્રથમ યૂથ ટેસ્ટ પણ ઈનિંગ અને ૨૧ રને જીતી હતી હવે ભારતીય ટીમ ૩૦ જુલાઈથી શ્રીલંકા સામે પાંચ યુથ વન ડે મેચની સીરીઝ રમશે.