દશ વર્ષમાં તંત્રની બેદરકારીને કારણે ભોગાવો નદી સાફ કરી નાખી
સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર અખબાર પર આવતા ખનિજ ચોરી ના સમાચાર છતાં જાડી ચામડી વાળું તંત્ર મૌન છે. ખનિજ ચોરી દશ વર્ષ માં ફોરેસ્ટ વિસ્તાર માં થી ખનીજ પેદાશો સાફ કરી નાખેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી. સાયલા.થાનગઢ.ધ્રાંગધ્રા તથા વઢવાણ તાલુકાના દરેક ભોગાવા નદી પણ સાફ કરી નાખી છે. પણ ફરિયાદ ને સગેવગે કરી નાખવામાં આવી છે.કારણ આઇ.એસ. થી આઇ.પી.એસ સુધી મલાઈ જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર અને ડી. .એ.પીની સાંઠગાંઠથી આશરે ત્રણ થી ચાર વર્ષ કરતાં વધુ સમય સુધી રાત દિવસ ખનીજ ચોરી બેફામ ચાલી હતી.
તેમજ જે ગુનેગાર વિરોધી ગણાતા કલેકટર કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લાનો ચાર્જ સંભાળ્યા બાદ જે ખનીજ ચોરી થતી એના કરતાં પાંચ ગણી ખનીજ ચોરી થવા પામી છે. તેમજ પોતે ગરીબ લાચાર પ્રજાને પર એક ખોફપેદા કરી જિલ્લાના અનેક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરેલ છે. તે એક હકીકત છે. અને સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાને ભ્રષ્ટાચાર ઘરના આંગણા બહાર જ દેખાય રહ્યો છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પણ દરેક વિકાસ ના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે. અને રહેવાનો છે.તેજ રીતે જિલ્લામાં આજે પણ ફુલ જોશમાં ખનીજ ખનન થઈ રહ્યું છે.અને આજે પણ દિવસ રાત ખનીજ ખનન થઈ રહ્યું છે.
જેમાં સફેદ માટી સડલા.દુધઈ.કળમાદ. કુંતલપુર.ગઢડા.સરા.ખંપાળીયા. વગેરે ગામોમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. આ માટી મોરબી પહોંચતી નાં ભાવ 470 પ્રતિ ટન આપવામાં આવે છે. તેમજ આશરે 200 ડમ્પર.ચાલે છે. હીટાચી 15.જેસીબી 29.લોડર 15.અને કંમ્પ્રેસર ટ્રેક્ટર 20.થી આ ખનીજ ખનન થાય છે. તેમજ અહી ગેરકાયદેસર બ્લાસ્ટ કરવામાં આવે છે.ખંપાળીયા ગઢડા ગામે કોલસાની ખાણો પણ હાલ 15 ખાણો ચાલુ છે. તેમજ ચરખી 25. કંમ્પ્રેસર ટ્રેક્ટર 10. લોડર 5 થી કામ ચલાવે છે. અને તેનો એકટન નો ભાવ 2100 રૂપિયા છે. અને એક ખાણ માં દરરોજ 40 ટન કોલસો નીકળે છે.
જેમાં ખનીજ વિભાગ ના ભ્રષ્ટાચારી અધિકારીઓ. તેમજ મામલતદાર.દરેક વિસ્તાર ના થાણા અમલદારો તથા ગામનાં સરપંચ તલાટી તેમજ દરેક સત્તાધીશો અધિકારીઓ ની રહેમ નજર અને લેતી દેતી થી જ આ ગોરખધંધા ચાલુ છે. તેમજ ઘણી જગ્યાએ તો તંત્રના મળતિયાઓ ની ભાગીદાર થી જ ચાલે છે. ખનીજ ચોરી છે.આથી આ વિસ્તારમાં ક્યારેપણ ખનીજ વહન બંધ થયું જ નથી.અને ક્યારેય પણ ખનીજ ખનન બંધ થવાનું નથી.તેમજ રેતી માટે શેખપર.મુળી.ગઢાદ.ટીડાણા.ઉમરડા. વેલાળા.મહાદેવગઢ.લીયા. રાણીપાટ.રાસીગપર ગામે રેતી મોટા પ્રમાણમાં ખનન થાય છે. તેમજ જિલ્લાના રક્ષક છે.
તેમની સામેજ આ બધા ધંધા ચાલુ છે. ઉપરાંત અહીં વોશ પ્લાન્ટ ચાલુ છે. જેમાં પ્રતિ ટન ભાવ 400 રૂપિયા છે.અને મોટાભાગના સુરેન્દ્રનગર ડિવિઝન તથા ધ્રાંગધ્રા ડિવિઝન ના વિસ્તારમાં થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવા આવેલા કલેકટર શ્રી એ પછાત વિસ્તારના ઝુપડા હટાવવા કરતા જિલ્લાની ખનીજ પેદાશ લૂંટાલૂંટ થતી અટકાવવાની જરૂરી છે.