સુરત શહેરમાં જે રીતે ટ્રાફિક વધી રહ્યો છે તેની સાથે જ અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે.કેટલાક વાહનચાલકો બેફામ ગાડી ચલાવી રાહદારીઓનું જીવન જોખમમાં નાખે છે.ત્યારે આવોજ એક સુરતના અકસ્માતની ઘટનાનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં સુરત જિલ્લાના બ્રિજ પાસે ગાડી ચાલકે યુ-ટર્ન મારી દીધો હતો. જેના કારણે બાઈક સવાર ગાડીમાં ધડાકાભાર અથડાયો હતો. જોકે અકસ્માતને લઈને બાઈક ચાલકને ગંભીર ઇજા પણ થઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થય હતી.
જીલાણી બ્રિજના છેડે બાઈકસવાર કિશન ઉર્ફે ચિંતન સંજય રાઠોડ તથા તેનો મિત્ર વિશાલ મિતેશ પૈકી કિશન ઉર્ફે ચિંતન સ્પ્લેન્ડર લઈને આવી રહ્યા હતા, એ દરમિયાન કારચાલકે સાઈડ લાઈટ કે કોઈ સિગ્નલ દર્શાવ્યા વગર જ કારને ડાબી બાજુ ટર્ન લીધો હતો. જેથી બાઈક પરના બન્ને મિત્રો ધડાકાભેર કાર સાથે અથડાયા બાદ નીચે પટકાયા હતા. બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
કિશન હાલ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ છે, તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોએ મોઢામાં આંગળા નાખી દીધા હતા. ગાડી ચાલકની ભૂલને લઈને બાઈક સવાર યુવકોના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે પોલીસે વીડિયો વાયરલ થતાની સાથે જ ગાડી ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.