દિલ્હીના ઇન્ડિયા ગેટ નજીક જોવા મળતી શૂટ બૂટમાં વ્યક્તિના પોષાક અને વાતચીત કરવાની છટા પરથી આપણે તેમના પ્રભાવ અને સંપત્તિ વિશે કોઈ અંદાજ લગાવીએ તે પહેલાં જ તે એક વિશિષ્ટ સ્કૂટર પરથી ઊતરી કચરો ઉઠાવવા લાગે છે. સતીશ કપૂરની ઉંમર 79 વર્ષ છે, પરંતુ ઉંમર એ તેમના માટે માત્ર એક આંકડા સમાન છે. કેટલાંક લોકો હસે પણ છે, પરંતુ કમરથી નમી તે ધીરે-ધીરે કચરો વીણવાના કામમાં લાગ્યા રહે છે. સામાન્ય રીતે આ ઉંમરે જ્યારે વૃદ્ધો ઘરે આરામ કરવાનું પસંદ કરતાં હોય, ત્યારે સતીશ ઈન્ડિયા ગેટ પર સફાઈ શા માટે કરી રહ્યા છે? સતીશ કપૂર છેલ્લાં એક વર્ષથી ઈન્ડિયા ગેટ પર સફાઈ કરી રહ્યા છે. તે પોતાની સાથે લાકડી રાખે છે. જ્યારે કોઈ કચરાપેટીમાં કચરો ન નાંખે ત્યારે તેમને ઠપકો આપવા માટે સતીશ તેમને લાકડી પણ બતાવે છે. ઇન્ડિયા ગેટ પરના લારી-ગલ્લાવાળાં પણ તેમને ઓળખવા લાગ્યા છે. તે કહે છે કે ‘ડંડાવાળા અંકલ’ રોજ અહીં આવે છે અને સૌને કચરો કચરાપેટીમાં નાખવાનું સૂચન કરે છે. સતીશને જોઈને હવે અન્ય લોકો પણ કચરો વીણવામાં તેમની મદદ કરે છે. જ્યાં-ત્યાં પડેલા કચરાને ઉપાડીને લોકો સતીશના સ્કૂટરમાં રાખેલી પોલિથિન બેગમાં રાખી જાય છે. લાકડી બતાવવાની આદત પર સતીશ કહે છે, “લોકોને સમજાવતા-સમજાવતા મને ઘણીવાર ગુસ્સો આવી જાય છે. કેટલાંક લોકો મારી વાત જરા પણ નથી માનતા અને સમજાવવા છતાં કચરો રસ્તા પર ફેંકી દે છે.”
‘ડંડાવાળા અંકલ’નું અનોખું સ્વચ્છતા અભિયાન…
Previous Articleસૌ પ્રથમવાર બનશે પ્લાસ્ટીકનો રોડ…..!
Next Article પ્રદુષણથી શહેર બની ગયું મોતની ખીણ…