અંજાર તાલુકાના નાની નાગલપર ગ્રામ પંચાયત નજીક વેપારીના બાઇકને બુમો પાડી ઉભા રખાવી રૂા.2.28 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી બેલડી બાઇક પર નાશી ગયા જતા સ્થાનિક પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂનું પગેરૂં દબાવ્યું છે.
વધુ વિગત મુજબ અંજારના નાની નાગલપર વાડી વિસ્તારમાં રહેતા અને અંજાર શાક માર્કેટમાં કુવરજી રણછોડ ટાંક નામે પેઢી ચલાવતા પરેશ કુંવરજી ટાંક નામના વેપારી ઘરેથી બેંક જવા નિકળેલા ત્યારે થોડે દૂર પહોંચ્યા ત્યારે ડબલ સ્વારી બાઇકમાં આવેલા બે શખ્સો બુમો પાડી એ કાકા ઉભા રહો તે કહેતા વેપારી પરેશ ટાંકએ પોતાનું બાઇક ઉભું રાખ્યુ ત્યારે પરેશ ટાંકે રોકડ રૂા.2,28,400 ભરેલા પાકીટની ઝોંટ મારી નાશી ગયાની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની જાણ અંજાર પોલીસ મથકના સ્ટાફને થતા પી.એસ.આઇ. એમ.કે.વાઘેલા સહિતનો સ્ટાફ દોડી જઇ જિલ્લાભરમાં નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજના આધારે લુટારૂંનું પગેરૂ દબાવ્યું છે.