સરહદ પારના ગામમાં રહેતા કાકા ભાગલા વખતે ભારત આવવામાં સફળ રહ્યા, ભત્રીજો ત્યાં છૂટી ગયો, સાડા સાત દશકા બાદ બન્નેનું કરતારપુર સાહિબ ખાતે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા
પંજાબના એક 92 વર્ષીય વૃદ્ધા જે 75 વર્ષ પછી પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબના ગુરુદ્વારામાં તેના ભત્રીજાને મળ્યા હતા.આ બંને કાકા-ભત્રીજા દેશના ભાગલા વખતે એકબીજાથી અલગ થઈ ગયા હતા. 1947માં ભાગલા વખતે થયેલી સાંપ્રદાયિક હિંસામાં આ લોકોના ઘણા સંબંધીઓ પણ માર્યા ગયા હતા. સર્વન સિંહે ગુરુ નાનક દેવના અંતિમ સ્થાન કરતારપુર સાહિબ ખાતે તેમના ભાઈના પુત્ર મોહન સિંહને ભેટી પડ્યા.
સરવાનનો પરિવાર જે ગામમાં રહેતો હતો તે ગામ હવે પાકિસ્તાનમાં છે, અને ભાગલા દરમિયાન હિંસામાં તેના પરિવારના 22 સભ્યો માર્યા ગયા હતા.
સરવન અને તેના પરિવારના સભ્યો ભારત આવવામાં સફળ થયા. મોહન સિંહ હિંસામાંથી બચી ગયા હતા, પરંતુ પરિવારથી અલગ થઈ ગયા હતા અને બાદમાં પાકિસ્તાનમાં મુસ્લિમ પરિવાર દ્વારા તેનો ઉછેર થયો હતો. સરવાન તેના પુત્ર સાથે કેનેડામાં રહેતા હતા, પરંતુ કોવિડ-19ની શરૂઆતથી જ તે જલંધર પાસેના સંધમાન ગામમાં તેની પુત્રી સાથે રહેવા આવી ગયા હતા.
ભાગલા સમયે ભત્રીજા મોહન સિંહની ઉંમર 6 વર્ષની હતી
ખાલિકના સંબંધી જાવેદે તેને ટાંકીને કહ્યું કે અમે અમારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી, પરંતુ તે ભગવાનનો આશીર્વાદ છે કે અમે 75 વર્ષ પછી ફરી એક થયા છીએ. તેમણે કહ્યું કે સિંહ તેમના ભત્રીજા સાથે લાંબા સમય સુધી રહેવા માટે વિઝા મેળવ્યા બાદ પાકિસ્તાન આવી શકે છે. સર્વન સિંહના પૌત્ર પરવિન્દરે જણાવ્યું કે વિભાજન સમયે મોહન સિંહ છ વર્ષના હતા અને હવે તેઓ મુસ્લિમ છે, કારણ કે તેમનો ઉછેર પાકિસ્તાનમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા થયો હતો.
ભત્રીજા મોહન સિંહ હવે અબ્દુલ ખાલીક બની ગયા છે
મોહન સિંહ, જે હવે અબ્દુલ ખાલિક તરીકે ઓળખાય છે, પાકિસ્તાનમાં મુસ્લિમ પરિવારમાં ઉછર્યા હતા. આ પ્રસંગે બંને પરિવારના કેટલાક સભ્યો પણ હાજર હતા. કરતારપુર કોરિડોરથી પરત ફર્યા બાદ ખાલિકના સંબંધી મુહમ્મદ નઈમે ફોન પર જણાવ્યું કે ખાલિક સાહેબે તેમના કાકાના પગને સ્પર્શ કર્યો અને તેમને ઘણી મિનિટ સુધી ગળે લગાવ્યા. તેણે કહ્યું કે કાકા અને ભત્રીજા બંનેએ ચાર કલાક સાથે વિતાવ્યા અને પોતપોતાના દેશોમાં રહેવાની રીતો યાદ કરાવી અને શેર કર્યા. તેમની મુલાકાત પર, સંબંધીઓએ તેમને માળા પહેરાવી અને તેમના પર ગુલાબની વર્ષા કરી.
કાકા-ભત્રીજાના મિલન પાછળ યુટ્યુબની મહત્વની ભૂમિકા
ભારત અને પાકિસ્તાનના બે યુટ્યુબર્સે 75 વર્ષ પછી કાકા અને ભત્રીજાને ફરીથી જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જંડિયાલાના યુટ્યુબરે વિભાજનને લગતી ઘણી વાર્તાઓનું દસ્તાવેજીકરણ કર્યું છે અને થોડા મહિનાઓ પહેલા તે સરવન સિંહને મળ્યો હતો અને તેની જીવન વાર્તા તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરી હતી. સરહદ પાર, એક પાકિસ્તાની યુટ્યુબરે મોહન સિંઘની વાર્તા પણ સંભળાવી, જેઓ વિભાજન દરમિયાન તેમના પરિવારથી અલગ થઈ ગયા હતા. આકસ્મિક રીતે, ઓસ્ટ્રેલિયામાં રહેતા પંજાબી મૂળના એક વ્યક્તિએ બંને વિડીયો જોયા બાદ બંને સંબંધીઓને ફરી મળવામાં મદદ કરી હતી.