સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અન્વયે લાખો ‚પિયાની જાહેરાતો કરવામાં આવે છે ત્યારે ખરેખર સ્વચ્છતાનું પાલન કેટલું થાય છે ખુદ સરકારી ઓફીસોમાં જ સ્વચ્છતાની વાતોના લીરે લીરા ઉડતા હોય તેવા ઘાટ થયા છે. વાત છે ઉનાનાી મામલતદાર ઓફીસની ઓફીસમાં ઠેર ઠેર પાન માવાની પીચકારી મારેલ ગંદકી છે. જયારે ઓફીસમાં રાખવામાં આવેલ સ્ટીલના બાંકડામાં પક્ષીઓના ચરકથી ગંદકી ફેલાયેલ છે. છતાં તેની સફાઇ કરવામાં આવતી નથી. અગાસીમાં ખુલ્લામાં રેકોર્ડ પડયો છે તૂટલી ખુરશીઓ પડી છે જાણ કે વહીવટી ઓફીસ છે કે કબાડીખાનુ અને કયારેક વરસાદી માવઠુ થાય અને આ રેકર્ડ પલળી જાય તો જવાબદારી કોની ? જાણવા મુજબ સફાઇ અંગેના કોન્ટ્રાકટર પણ આપવામાં આવે છે તો શું આ સફાઇની જવાબદારી કોની ? પછી સબ ચલતા હૈ જેવા ઘાટ જોવા મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,