મોરબી પંથકના ટંકારામાં હ્રદયકંપાવી નાખતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ટંકારાના ગુલાબ પેટ્રોલ પંપ પાસ રહેતી સગીરાને તેના જ કાકાએ અશ્ર્લીલ કલીપ બતાવી તેવું કરવા કહી શારીરિક અડપલા કર્યા હતા. જે સગીરાએ તેને કાકીને વાત કરતાં તેના કાકાએ સગીરાને ડામ આપતાં તેણીને ઇજા થતાં સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના ગુલાબ પેટ્રોલ પંપ પાસે રહેતી 13 વર્ષની સગીરાને મોરબીના સનાળા રોડ પર રહેતા કૌટુંબિક કાકા નરેશ બાબુ અને કાી કાજલ બાબુએ ઘર કામ મામલે માથાકુટ કર્યા બાદ શરીરે ડામ દેતા તેણીને ઇજા પહોંચી હતી જે સગીરાની બહેનને જાણ થતાં તેણીને સવારવાર અર્થે સિવીલ હોિ5સ્ટલમાં ખસેડવામાં આવી છે. બનાવની જાણ મોરબી પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમીક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે માતા-પિતાના અવસાન બાદ સગીરાની માતા કોઇ યુવાન સાથે ભાગી જતા સગીરા તેના કાકા-કાકી સાથે રહેતી હતી.
ત્યારે સગીરાની પરીણીત બહેને આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે તેના કાકા સગીરાને અશ્ર્લીલ કલીપ બતાવી તેવું કરવા માટે કહેતા હતા અને શારીરિક અડપલા કરતા હતા. જો સગીરા એવું ના કરે તો તેની સાથે મારકુટ કરતા અને શરીરે ડામ આવતા હતા. સગીરાની બહેને વધુમાં જણાવ્યું હતું કે, કાકાએ તેની બહેન પર દુષ્કર્મ સગીરાની બહેનની ફરીયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે.