સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટના આંગણે રવિવારના રોજ સરદારધામ આયોજીત ગ્લોબલ પાટીદાર બીઝનેઝ સમીટની પૂર્વ સંધ્યાએ રાજકોટ રાજ પરિવાર દ્વારા જી.પી.બી.એસ. 2024 ના એક્સપોના યજમાનો અને ગણમાન્ય ઉદ્યોગપતિ ને આવકારવા અને રાજધર્મ અદા કરવા રણજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં વિશિષ્ટ કાર્યક્રમ અને અવસર સર્જાઇ રહ્યો છે.વધુ વિગત મુજબ સરદાર ધામ આયોજીત ગ્લોબલ પાટીદાર બીઝનેઝ સમીટ 2024 ની પૂર્વ સંધ્યાએ રણજીત વિલાસ પેલેસના પ્રાંગણમાં સી.ઈ.ઓ. કોન્કલેવ કાર્યક્રમ ની શરૂઆત રાષ્ટ્રગીત અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતી. બાદ રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા નુ એક્સપોના યજમાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે સરદારધામ એક અદભુત વિચાર છે. સરદારધામ આયોજીત સી.ઈ.ઓ. કોન્કલેવ માટે રાજકોટ રાજપરિવાર નિમિત બને એ અમારા અહોભાગ્ય છે. સ્વાગત કરતા અતિઆનંદ અને ધન્યતા અનુભવું છું.
સરલાખાજીરાજબાપુ હયાત હોત તો રાજય પ્રમુખ નહી રાષ્ટ્ર પ્રમુખના દાવેદાર હોત: સરદાર વલ્લભભાઈની ભીની આંખે અંજલી
સરદાર વલ્લભભાઈ પટેલે દેશના વિભિન્ન રાજયોને એક તાંતણે બાંધવાની ખેવના કરી છે, તો બીજી તરફ રાજવીઓએ સદીઓથી પોતાના રકતથી સિંચેલહ પોતાના રાજયોને એક જ ક્ષણમાં, પોતાની “તયફિં જ્ઞર ાજ્ઞૂયિ” ને એક ઝાટકે ત્યાગી લોકોની પ્રસન્નતા અને સુખાકારી માટે સમપીર્ત કરી ત્યાગ અને સમર્પણની પરાકાષ્ટા સર્જી છે.
રાજવીએ કોઈ સમાજ કે જ્ઞાતિ નથી, એ કોઈ એક જ સમાજનો સદસ્ય નથી, એ કોમ અને જ્ઞાતિથી પર છે. રાજા કોઈ એક જ્ઞાતિમાંથી હોઈ શકે પરંતુ તે કોઈ જ્ઞાતિના જ ન હોય શકે. રાજા સર્વ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. રાજધર્મ નિભાવે છે. આ ઉગઅ અને આ સંસ્કારો અમારા રકતમાં ધબકે છે. રાજકોટ રાજવીઓએ દેશની રક્ષા અને ગૌરક્ષા માટે બલીદાનઆપ્યા છે. મારા પૂજય પિતાજી મનોહરસિંહજી બેસ્ટ પાર્લામેન્ટરીયન તરીકે પ્રસિધ્ધ હતા.
પ્રાત: સ્મરણિય ઠાકોરસાહેબ લાખાજીરાજબાપુએ વર્ષ 1925 માં પ્રજા પ્રતિનિધિ સભા” નું નિર્માણ કરેલું જેમાં સર્વે જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ હતું. તે જમાનામાં સ્ત્રી અનામત બેઠક હતી. પ્રથમ વખત સૌરાષ્ટ્રની ધરા પર રાજાશાહીના યુગમાં લોકશાહીના બીજનું રોપણ હતા. બ્રિટીશરોના ખોફના લીધે કાઠીયાવાડ પરિષદના પ્રથમ અધિવેશન માટે લાખાજીરાજબાપુએ નિડરતા પૂર્વક મંજુરી આપેલી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની બે વાતો અત્યારે સ્મરણમાં આવે છે. મારા દાદા ઠાકોર સાહેબ પ્રધ્યુમ્નસિંહજી જાડેજાનો રાજવી તરીકેનો એ છેલ્લો દિવસ હતો, રાજકોટ રાજવીએ રાજાશાહી ઠાઠમાં સ્વાગત કર્યુ હતું .
સરદાર સાહેબ આપને અમે અમારૂ રાજય સોંપીએ છીએ, અમારી પ્રજાને સુખી રાખજો. સૌરાષ્ટ્ર રાજયના રાજ પ્રમુખ બનવાના હતા એવા જામ સાહેબ દિગ્વિજયસિંહજી ઓફ જામનગર ની સાથે એમનો સત્કાર કર્યો અને મારા દાદાબાપુએ રાજકોટ રાજયનું વિલિનીકરણ સૌરાષ્ટ્ર રાજ્યમાં થવા માટેની દસ્તાવેજમાં પોતાની સહી કરી.. મારા પૂજય પિતાશ્રી પોતાના સંસ્મરણોમાં દર્શાવે છે કે “તેવે સમયે સરદાર વલ્લભભાઈ પટેલનું ધ્યાન લાખાજીરાજ બાપુના ફોટા તરફ ગયુ અને એ વિરાટ વિભૂતીને યાદ કરતા થંભી ગયા કૃતજ્ઞતાના ભાવ તરવરી ઉઠયા, મુખ મુદ્રા ગંભીર બની ગઈ રાજકોટ રાજયના સર લાખાજીરાજને મહાત્મા ગાંધજીને રાજયની તિજોરીની ચાવી ગાંધીજીને સુપ્રત કરી દીધી હોય એ રાજવીને ભીની આંખે અંજલી આપતા સરદાર સાહેબ ને જોવા એ જેવી તેવી વાત ન હોતી. આ ર્દશ્ય જોઈને જામસાહેબ બાપુ બોલી ઉઠયા, સરદાર સાહેબ આજે મારા કાકા લાખાજીરાજ હયાત હોત તો એ જ રાજયપ્રમુખ હોત અને સરદાર સાહેબે જવાબ દીધો કે ના આપની ભૂલ થાય છે.
રાજય પ્રમુખ તો આપ જ હોત. લાખાજીરાજ બાપુ રાષ્ટ્ર પ્રમુખના દાવેદાર હોત અને વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. ગઈ.આ આદર, પ્રેમ અને સ્નેહ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાત: સ્મરણીય લાખાજીરાજબાપુ માટે સેવતા હતા. લાખાજીરાજ બાપુએ પરસાણા કુટુંબોને રાજકોટમાં સ્થાયી કર્યા હતા, રાજકોટ રાજવીનું રાજતિલક પટેલ સમાજના મોભી કરતા અને તે પ્રણાલી મારા રાજતિલક પ્રસંગે નરેશભાઈ પટેલ અને મૌલેશભાઈ ઉકાણી એ નિભાવી હતી. . રાજકોટ રાજપરિવાર અને પાટીદાર સમાજનો સદીયો જુનો, પેઢીઓથી ચાલતા – આવતા અનન્ય, સ્નેહભર્યા અને ગાઢ સબંધો પ્રતિબિંબીત કરે છે.વધુમાં માંધાતાસિંહજી એ જણાવ્યું હતું કે રાજકોટ રાજપરિવાર વતી અભિનંદન અને શુભચ્છાઓ પાઠવું છું. ગગજીભાઈ સુતરીયાને વિનંતી સાથે એક વિચાર વહેતો મુકુ છું કે આપના ૠ.ઙ.ઇ.જ. – 2026 અમેરીકા ખાતે વર્લ્ડ સમીટ બાદ એક સર્વ સમાજ ઉત્કર્ષ સંમેલન આપણા રાજકોટની પવિત્ર, આધ્યાત્મીક, દેશભકિત અને સમર્પણના સંસ્કારોની ધરતી ઉપર થાય તેવી અભ્યર્થના પ્રગટ કર્યા સિવાય રહી શકતો નથી.પુન : સૌનો આભાર માનુ છુ, વંદન કરૂ છુ . રાષ્ટ્રના સર્વાગી વિકાસ માટે અને વિશ્વ કુટુંબકમના મંત્રને ચરિતાર્થ કરવાની દિશામાં સફળતા પ્રાપ્ત થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરૂ છુ.
વૈશ્વિક ભાઈચારાના સંદેશને સુદ્રઢ બનાવવા ઉપસ્થિત સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, સ્થાપક ટ્રસ્ટી વિનેશભાઈ ટીલવા, ઉપપ્રમુખ સરદારધામ નટુભાઈ પટેલ, માનદમંત્રી બી.કે.પટેલ, ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન પરેશભાઈ ગજેરા, એડવાઈઝર જી.પી.બી.એસ. – 2024 મૌલેશભાઈ ઉકાણી, ક્ધવીનર , નિલેશભાઈ જેતપરીયા, શ્રી હંસરાજભાઈ ગજેરા, નરેન્દ્રભાઈ સંઘાત, ટીમ સરદારધામ, સમગ્ર ટ્રસ્ટીગણ જી.પી.બી.એસ. – 2024 કોર ટીમ, , યુવરાજ સાહેબ જયદીપસિંહજી ઓફ રાજકોટ, વિદેશથી પધારેલા ઉદ્યોગપતિ, રાજકોટ (સૌરાષ્ટ્રના) ગણમાન્ય ઉદ્યોગપતિ, પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
GPBS અગ્રણીઓનું ઉમળકાભેર સ્વાગત કરી ઉત્તમ વારસાના દર્શન કરાવ્યા: ગગજીભાઈ
સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા પોતાના પ્રાસંગીક ઉદ્દબોધનમાં કહ્યું હતું કે સર લાખાજીરાજ બાપુએ 23 વર્ષ રાજ્યની ધુરા સંભાળી અનેક પ્રજાલક્ષી અને વિકાસ કાર્યો ક્યા લોકાશાહી પધ્ધતિથી રાજ્ય કર્યું. મહાત્મા ગાંધીને રાજકોટમાં કાઠીયાવાડ રાજકીય પરિષદ બોલાવવી હતી તે માટે રાજકોટ રાજ્યમાં રાખવા મંજૂરી આપી રાષ્ટ્રવાદના દર્શન કરાવ્યા હતા. ૠઙઇજ અગ્રણીઓનું ઉમળકાભેર સ્વાગત કરી તેમના ઉત્તમ વારસાના દર્શન કરાવ્યા છે. આ પ્રસંગની સુવાસ સારા રાજ્યમાં પ્રસરશે અને એક અનુકરણીય નવા યુગની શરૂઆત થશે. સરદારધામ 3 માસે સર્વ સમાજ સમિતિની મિટિંગો સરદારધામમાં યોજી છે. જેમાં વિચાર વિમર્શ કરી પરસ્પર ઉપયોગી થાય છે. તાજેતરમાં જ ભૂપેન્દ્રસિંહજીની આગેવાનીમાં જીલ્લા, તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સરદારધામની વિઝીટ કરી માહિતી આદાનપ્રદાન કરી હતી.સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે કામ કરી રહેલ છે. તે આજનો પ્રસંગ જોતા સાર્થક બની રહેશે.