દુનિયામાં જો લગ્ન પાછળ સૌથી વધુ ધામધૂમ અને ખર્ચ કરતુ હોય તો તે છે ભારત… અહીં લગ્ન હોય એટલે તેના વેન્યુથી લઇને કપડા, ઘરેણાં, ખાણીપીણી વગેરે વગેરે અનેક ધામધૂમ કરવામાં આવે છે. આ જ કારણે દુનિયામાં ભારતીય લગ્નોને બિગ ફેટ ઇન્ડિયન વેડિંગ કહેવામાં આવે છે. પરંતુ અહીં વાત કરશું ભારતના અલગ અલગ પ્રાંત અને રાજ્યોમાં લગ્ન સાથે જોડાયેલા અજાણ્યા રિવાજોની. જેને તમે ક્યારેય સાંભળ્યા પણ નહીં હોય…
બંગાળી લગ્નમાં વરની માતા લગ્ન નથી જોતી. તેને નવ દંપતી માટે અપશુકન માનવામાં આવે છે.
એવુ કહેવાય છે કે તમિલ લગ્નમાં વરરાજો સન્યાસી બનવા મંડપમાંથી ભાગવાનું નાટક કરે છે અને છોકરીના પિતા તેને રોકવાનો પ્રયાસ કરે છે.
ગુજરાતી લગ્નોમાં વરરાજાની સાસુ તેની આરતી ઉતાર્યા બાદ તેનું નાક ખેંચે છે. આ રિવાજને પોંખવું કહેવામાં આવે છે.
સિંધીના લગ્નમાં તેના મિત્રો અને પરિવારવાળા વરરાજાના કપડા ફાડી નાખે છે. જે તેના જૂના જીવનના અંત અને નવા જીવનની શઆત દર્શાવે છે.
પંજાબી લગ્નોમાં ક્ધયાની માતા નજીક આવેલા મંદિરમાંથી પાણી લાવે છે. આ પાણીથી નાહ્યા બાદ જ ક્ધયા લગ્નના નવા કપડા પહેરે છે.
ઉત્તરપ્રદેશના સરસોલમાં વરરાજા અને જાનનું સ્વાગત તેમના પર ટમેટા ફેંકીને કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બંને પરિવાર વચ્ચેના નવા સંબંધો વધુ મજબૂત બને છે.
મરાઠી લગ્નોમાં ક્ધયાનો ભાઇ વરરાજાનો કાન ખેંચી તેને પોતાની બહેનનું ધ્યાન રાખવા કહે છે.
આસામની રાભા લગ્ન પરંપરામાં ગાંધર્વ વિવાહની જેમ ફક્ત માળાઓની અદલ-બદલ થાય છે.
રાજસ્થાનના કેટલાક ભાગમાં વર અને ક્ધયાના પરિવાર તેમણે ખરીદેલી તમામ વસ્તુઓ અને ગિફ્ટસ સગા સંબંધીઓને બતાવે છેે. આ રિવાજને ‘દિખાવા’ કહેવાય છે.
બિહારમાં લગ્નમાં ક્ધયાને માથા પર એકથી વધારે ઘડા રાખી તેનું બેલેન્સ સાચવતા સાચવતા પરિવારના મોટા લોકોને પગે લાગવાનું કહેવામાં આવે છે. આ રિવાજ દ્વારા તેને સમજાવવામાં આવે છે કે તેને હવે એક સાથે અનેક જવાબદારી નિભાવવાની છે.
મણીપુરમાં લગ્ન પછી નવવિવાહિત દંપતી નજીકના તળાવમાં માછલીઓના જોડાને છોડે છે. એવી માન્યતા છે કે તેનાથી નવદંપતીનું વૈવાહિક જીવન સુખમય પસાર થાય છે.
કુમાઉના લગ્નમાં પરંપરા છે કે જાન પોતાના સાથે વરરાજાનો સફેદ ઝંડો લઇને જાય છે જે વિદાય વેળાએ ક્ધયાના લાલ ઝંડા આગળ થઇ જાય છે અને વરરાજાનો સફેદ ઝંડો પાછળ રહે છે.
આ તો થઇ માત્ર ભારતીય પરંપરાના રિવાજોની વાત પરંતુ પશ્ચિમી દેશોમાં પણ વિવિધ રીતે લગ્ન કે વેડિંગ થાય છે.