કાચા માલમાં અસહ્ય ભાવવધારાથી લઘુ પેઇન્ટસ ઉઘોગ મુશ્કેલીમાં

રાજયના 4પ0 પેઇન્ટસ ઉઘોગમાં 10 હજાર લોકોની રોજગારી પર ખતરો: સંગઠીત ક્ષેત્રના પેઇન્ટ ઉત્પાદકો ભાવ વધારો નહી કરતા મુશ્કેલી વધી: કાચામાલના ભાવ વધારા સામે કાર્યવાહી નહીં થાય તો ઉઘોગ બંધ પડશે

કાચા માલમાં અસહ્રય ભાવ વધારાથી લધુ પેઇન્ટસ ઉઘોગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. સરકાર તત્કાલ પગલા નહીં લે તો રાજયના આઠથી દસ હજાર લોકોની રોજગારીને માઠી અસર થશે. તેમ ઇન્ડિયન સ્મોલ સ્કેલ પેઇન્ટસ એસોસીએશનના પૂર્વ પ્રમુખ મધુકરભાઇ શાહે જણાવ્યું હતું.

ઇન્ડિયન સ્મોલ  સ્કેલ પેઇન્ટસ એસો. (ઇસ્પા)ના પૂર્વ પ્રમુખ મધુકર શાહે જણાવ્યું કે, કાચા માલમાં થયેલા અસહ્રય ભાવ વધારાના લીધે લધુ પેઇન્ટ ઉઘોગ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. દેશના લધુ પેઇન્ટસ ઉત્પાદન એકમો દયનીય પરિસ્થિતિ માં છે. નવેમ્બર 2020 થી 2021 સુધી કાચા માલમાં બધુ થઇને ર0 થી રપ ટકા ભાવ વધારો થયો છે. ગુજરાત સહિત સમગ્ર દેશના લધુ પેઇન્ટસ ઉત્પાદક એકમો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કાચા માલમાં ર0 થી રપ ટકા નો ભાવ વધારો થયો હોવા છતાં ઓર્ગેનાઇઝડ સેકટરના પેઇન્ટસ ઉત્પાદકોએ એક ટકો પણ ભાવ વધારો કર્યો નથી. જેના કારણે પેઇન્ટસ ડીલર એમએસએમઇને ભાવ વધારો આપવા ખચકાય છે અને નવો ભાવ સ્વીકારવા તૈયાર નથી. લધુ પેઇન્ટસ ઉત્પાદકોને ફરજીયાત રીતે અગાઉના ભાવે માલ વેચવો પડે છે. જે પોષાય તેમ નથી. તેના કારણે લધુ પેઇન્ટસ ઉત્5ાદકોને નફામાં નુકશાન નહિ પણ મૂડીમાં નુકશાન થઇ રહ્યું છે. આવી પરિસ્થિતિના કારણે લાંબા ગાળે લધુ પેઇન્ટસ ઉત્પાદકોની મૂડીમાં ગંભીર અસર પડશે તેમજ નજીકના ભવિષ્યમાં સમગ્ર લધુ પેઇન્ટસ ઉઘોગ મૃત:પ્રાય થઇ જશે જેની રોજગારી મેળવતા કારીગરો અને દેશના આર્થિક વિકાસને પણ અસર થશે.ઇસ્પાના માનવમંત્રી મૌલિક પટેલે જણાવ્યું હતું કે ભારતમાં આશરે 4000 લધુ પેઇન્ટસ ઉત્પાદકો છે અને ગુજરાતમાં આશરે 450 પેઇન્ટસ ઉત્પાદકો છે જેમાં આશરે 8 થી 10 હજાર જેટલા કારીગરો રોજગારી મેળવે છે. જો કાચા માલના ભાવ વધારા સામે યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો લધુ પેઇન્ટસ ઉઘોગો બંધ થવાની પુરેપુરી સંભાવના છે. જેના લીધે કારીગરોની રોજીરોટી પર અસર પડશે.આ બાબતે એસોસીએશન દ્વારા રાજય તેમજ કેન્દ્રીય સ્તેર એમએસએમઇ મંત્રાલયમાં ભારપૂર્વક રજુઆત કરવામાં આવી છે અને રુબરુ મળવા માટેનો સમય પણ માંગ્યો છે. તેમજ કોમ્પિટીશન કંટ્રોલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા માં પણ આ બાબતે ગંભીરપણે રજુઆત કરવામાં આવી છે. અને લધુ પેઇન્ટસ ઉઘોગને બચાવી લેવા કેન્દ્ર સરકારને અસરકારક પગલા લેવાની વિનંતી કરવામાં આવી છે.

2 1

આ ઉપરાંત ઉત્પાદકો સાથે ચર્ચા વિચારણા કરી લધુ પેઇન્ટસ ઉઘોગ માટે વ્યાજબી ભાવે કાચો માલ મળે તેમજ ઓર્ગેનાઇઝડ સેકટરને આ બાબતે ઘ્યાન દોરવામાં આવે એવી માંગણી સરકારને કરવામાં આવી છે. તેમ પૂર્વ પ્રમુખ મધુકરભાઇ શાહે જણાવાયું હતું.

કાચા માલમાં કેટલો ભાવ વધારો?

  • પીગમેન્ટસ:- ટીટાનીયમ ડાયોકસાઇડકમાં ર5 ટકા, અને  ડ્રાયર, ડાયઝસ ઇન્ટરમીડીયેટસમાં 20 ટકા
  • સોલવન્ટસ:- મિનરલ ટર્પેન્ટાઇન (બીપીસીએલ) 1 લીટરે રૂ. 1ર થી 1પ નો વધારો
  • બીજા સોલવન્ટસ:- 1 લીટરે રૂ. ર0 થી રપનો વધારો
  • આલ્કીડરેઝીન્સ – ર0 ટકા, એક્રીલીકરેઝીન્સ 30 ટકા, મીનરલ્સ 10 ટકા, અને પેકીંગ મટરીયલ્સ મેટલ ક્ધટેનર ર0 ટકા, પ્લાસ્ટીક ક્ધટેનર 30 ટકા અને કોરૂગેટેડ બોકસીઝમા0 ર0 ટકાનો વધારો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.